સોળ શણગાર સજીને કન્યા મેટ્રોમાં નીકળી લગ્ન સ્થળ પર જવા માટે, લોકોએ વીડિયો જોઈને કહ્યું, “ટ્રાફિકથી બચવાનો બેસ્ટ રસ્તો અપનાવ્યો”, જુઓ વીડિયો

સજી ધજીને લગ્ન કરવા નીકળેલી કન્યા સાથે થયું એવું કે તેને લેવો પડ્યો મેટ્રો ટ્રેનનો સહારો.. ઘરેણામાં સજેલી દુલ્હનને જોઈને પેસેન્જર પણ રહી ગયા હેરાન.. જુઓ વીડિયો

આજકાલ લગ્નની સીઝન ચાલતી હોવાના કારણે ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો એવા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તો ઘણા બધા યુગલો આજે પોતાના લગ્નને વધુ ખાસ બનાવવા માંગતા હોય છે જેના કારણે તે ચર્ચામાં પણ આવી જતા હોય છે. તમે એવા ઘણા લગ્નના વીડિયોને પણ જોયા હશે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કન્યા મેટ્રોની અંદર લગ્ન સ્થળ પર પહોંચતી જોવા મળે છે. સામાન્ય રીતે આપણે જોયું છે કે લગ્નના દિવસે કન્યા પાર્લરમાં જાય છે અને ત્યાંથી જ પછી તૈયાર થઈને કારમાં લગ્ન સ્થળ સુધી પહોંચતી હોય છે, પરંતુ આ કન્યાએ તો કંઈક અલગ જ વિચાર્યું અને મેટ્રોમાં લગ્ન સ્થળ પર જવા માટે નીકળી.

આ વીડિયોમાં ઘરેણાથી સજેલી એક કન્યા મેટ્રોમાં સવારી કરતી જોવા મળે છે. તે પહેલા ગેટથી મેટ્રોમાં પ્રવેશે છે. આ પછી તે મેટ્રો કોચમાં બેઠેલી જોવા મળે છે. તેનું સ્મિત જણાવે છે કે તે તેના નિર્ણયથી કેટલી ખુશ છે. આ પછી, દુલ્હન લગ્ન સમારોહમાં પહોંચ્યા પછી સ્ટેજ પર બેઠેલી જોવા મળે છે. જોકે, યુવતી જ્યારે દુલ્હનના વેશમાં મેટ્રોમાં આવી ત્યારે અન્ય મુસાફરો થોડા મૂંઝાઈ ગયા. પરંતુ દુલ્હન લોકોની પરવા કર્યા વિના બિન્દાસ મેટ્રોમાં સવારી કરે છે અને સમયસર લગ્ન મંડપમાં પહોંચી જાય છે.

દુલ્હનનો આ વીડિયો 16 જાન્યુઆરીએ ટ્વિટર હેન્ડલ @ForeverBLRU પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું “ભારે ટ્રાફિકમાં ફસાયા બાદ દુલ્હને પોતાની કાર છોડીને લગ્ન સમારોહ પહેલા વેડિંગ હોલ પહોંચવા માટે મેટ્રો પકડી.” આ વીડિયો વાયરલ થયો છે, જેને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel