લગ્નની અંદર કન્યાએ વરરાજાને આપી એવી સરપ્રાઈઝ કે એ જોઈને વરરાજાની આંખો છલકાઈ ઉઠી

સોશિયલ મીડિયા ઉપર લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા એવા ફની વીડિયો પણ હોય છે જે લોકોને જોવાની ખુબ જ મજા પણ આવતી હોય છે, તો ઘણા વીડિયો આપણને ભાવુક કરનારા પણ હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુલ્હન વરરાજાને એવી સરપ્રાઈઝ આપે છે કે જોઈને જ વરરાજાની આંખો છલકાઈ ઉઠે છે.

ઇન્સ્ટાગ્રામના રીલ સેક્શનમાં શેર કરવામાં આવેલા આ વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે વરરાજા દુલ્હન માટે એક લગ્નનો લહેંગો પસંદ કરે છે, જેને દુલ્હન રિજેક્ટ કરી દે છે. જેનાથી વરરાજા પણ નારાજ થાય છે. પરંતુ જેવો લગ્નનો દિવસ આવે છે ત્યારે કન્યા આજ લહેંગામાં આવે છે જેને જોઈને વરરાજા પણ ખુબ જ ખુશ થઇ જાય છે અને તેની આંખો પણ ઉભરાઈ આવે છે.

કન્યાની આજ અદા વરરાજાને પણ ખુબ જ પસંદ આવે છે. જે વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાઈ હર્યું છે. કન્યાને પોતાના ગમતા જોડામાં જોઈને વરરાજાની આંખો પણ આંસુઓથી ઉભરાઈ જાય છે. દુલ્હનને આ લહેંગામાં જોઈને વરરાજાના ચહેરા ઉપર પણ ગજબની ખુશી આવી જાય છે, તેને જોઈને કન્યા પણ ખુબ જ ખુશ થાય છે.

ઇન્સ્ટાગ્રામ રીલ ઉપર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને ઘણા લોકોએ જોયો છે, સાથે સાથે વરરાજા અને કન્યાના પ્રેમની પણ લોકો પ્રસંશા કરી રહ્યા છે. ઘણા લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને ઘણા કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel