‘ભાઇ, લહેંગો પણ પહેરી લેતો…’ દુલ્હને લગાવ્યુ દુલ્હાને સિંદૂર, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો

અજીબોગરીબ : દુલ્હને લગાવ્યુ દુલ્હાને સિંદૂર, લોકો બોલ્યા- રબને બના દી જોડી

સોશિયલ મીડિયા પર લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને 20 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોના વાયરલ થવા પાછળનું કારણ એ છે કે દુલ્હાની જગ્યાએ દુલ્હને તેને સિંદૂર લગાવ્યું. લગ્નમાં વરરાજા કન્યાના માંગ ભરે છે અને તેને મંગલસૂત્ર પહેરાવે છે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં અલગ જોવા મળ્યું. પહેલા વરરાજા દુલ્હનની માંગ ભરી અને પછી દુલ્હને તેના દુલ્હાના કપાળ પર પણ સિંદૂર લગાવ્યુ.

જો કે દુલ્હનના આ પગલાએ સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચા જગાવી છે. કેટલાક લોકો એવું વિચારે છે કે શું આવું કરવું ઠીક છે ? જ્યારે કેટલાક લોકો સખત વિરોધ કરી રહ્યા છે. આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. લોકો હવે પોતાના પાર્ટનર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે નવી નવી વસ્તુઓ અપનાવી રહ્યા છે અને સંસ્કૃતિમાં પરિવર્તન લાવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા પહેલા તેની દુલ્હનની માગમાં સિંદૂર ભરે છે. આ પછી તે કહે છે કે તેણે પણ તેની માંગ ભરવી જોઈએ. આના પર છોકરી હસવા લાગે છે અને ના પાડે છે. જો કે પછીથી દુલ્હન તેના દુલ્હાને સિંદૂર લગાવે છે. આ કપલની સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે કપલ પહેલીવાર જીમમાં મળ્યુ હતુ. કુશ રાઠોડ કહે છે કે તે કસક ગુપ્તાનો સિનિયર હતો.

વર્ષ 2013માં તેણે પહેલીવાર તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ડેટિંગ બાદ બંનેએ લગ્ન કરી લીધા. જો કે હવે લોકો તેના વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું, ‘ભાઈ, લહેંગો પણ પહેરી લેતો, રિવાજો બદલશો નહીં. અન્ય યુઝરે લખ્યું, ‘મેં જોયેલી આ બેસ્ટ રીલ છે. આખા પરિવારની સામે આવું કરવા માટે હિંમતની જરૂર પડે છે. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, ‘તો તારે મંગળસૂત્ર પણ પહેરવું જોઈતું હતું.’

Shah Jina