લગ્નના મંડપમાં એક તરફ કન્યા વરરાજાની ઉતારી રહી હતી આરતી અને બીજી તરફ મહેમાનો મારી રહ્યા હતા એકબીજાને થપ્પડ, ડ્રોન કેમેરામાં ઘટના થઇ કેદ, જુઓ

વરમાળા દરમિયાન કન્યા ઉતારી રહી હતી વરરાજાની આરતી ત્યારે જ મહેમાનોએ શરૂ કરી દીધી છુટ્ટાહાથે મારામારી, વાયરલ થયો વીડિયો

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, અને લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં જંગલની આગની જેમ વાયરલ થઇ જતા હોય છે ઘણા વીડિયોની અંદર ચાલુ લગ્નમાં જ કેટલીક એવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે, હાલ એવા જ એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સામાન્ય રીતે લગ્ન એ એક ખુશીનો પ્રસંગ હોય છે અને લગ્નમાં કોઈ અશોભનીય ઘટના ના બને તેનું લોકો પણ ખાસ ધ્યાન રાખતા હોય છે, પરંતુ કોઈવાર એવી ઘટના પણ બની જાય છે જેના કારણે આખો માહોલ ડામાડોળ થઇ જાય છે, વાયરલ થઇ રહેલા વીડિયોમાં પણ એવું જોવા મળી રહ્યું છે, જ્યાં એક તરફ લગ્નની વિધિ ચાલી રહી છે અને બીજી બાજુ મારામારી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરમાળા માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યો છે, વરરાજા અને કન્યા સ્ટેજ પર ઉભા છે. કન્યાની હાથમાં આરતીની થાળી છે અને તે વરરાજાની આરતી ઉતારી રહી છે. ત્યારે જ ડ્રોન કેમેરામાં એક અનોખો નજારો પણ કેદ થઇ જાય છે. સ્ટેજની નીચે ઉભેલા કેટલાક લોકો છુટ્ટાહાથે એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rk Raj (@rajuraj2794)

વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા એક બે લોકો વચ્ચે ઝઘડો થયો અને પછી વધુ લોકો એકબીજાને થપ્પડ મારવા લાગ્યા. વરરાજા પણ નીચે જવા માટે જાય છે પરંતુ ત્યાં હાજર એક મહિલા તેને રોકી લે છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની પુષ્ટિ નથી થઇ, પરંતુ સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો.

Niraj Patel