દુલ્હને લગ્ન પહેલા હુક્કો પી અને એવા કાઢ્યા ધુમાડાના ગોટે ગોટા કે વીડિયો જોનારાએ કહ્યું, “જમાનો બદલાઈ ગયો…”, જુઓ તમે પણ

હાલ સોશિયલ મીડિયા ઉપર રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે છે જેમાં અવનવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. ખાસ લગ્નની અંદર તથા અલગ અલગ રીતિ રિવાજો અને વર કન્યાની મસ્તી જોનારાનું ધ્યાન ખેંચતી હોય છે. ઘણીવાર દુલ્હન એવું એવું પણ કરે છે જેને જોઈને જોનારા હેરાન પણ રહી જાય છે.

હાલ એવી જ એક મોર્ડન દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર દુલ્હન હુક્કો પી અને ધુમાડાના ગોટા બહાર કાઢતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે દુલ્હન લહેંગો અને મેકઅપ સાથે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. સાથે જ તેને વીડિયો બનાવતી વખતે એવો એટીટ્યુડ બતાવ્યો છે કે તેને જોઈને સોશિયલ મીડિયામાં લોકો તેની અદાના દીવાના બની ગયા છે.

દુલ્હન કેમેરાની સામે હુક્કો પી અને ધુમાડાના ગોટા કાઢતી નજર આવી રહી છે. આ જોઈને જોનારા લોકોની આંખો પણ પહોળી રહી જાય છે. દુલ્હનનો આ સ્ટાઈલિશ અંદાજ હેરાન કરી દેનારો હતો. ઘણા લોકો કોમેન્ટ કરીને તેને મોર્ડન દુલ્હન જણાવી રહ્યા છે.

Niraj Patel