વધુ એક વરરાજાએ પોતાની સુહાગરાતનો બનાવ્યો વીડિયો, કન્યાની ચૂંદડી લઈને પોતે પણ ઓઢી અને એક પછી એક… જુઓ વાયરલ વીડિયો

વર-કન્યાએ સુહાગરાત પર બનાવ્યો પોતાના રૂમનો વીડિયો, જોઈને લોકોએ પણ આપ્યા એવા એવા પ્રતિભાવ કે… જુઓ તમે પણ

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ઘણા લોકો અવનવા અખતરા પણ કરતા હોય છે અને તેમના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને યુઝર્સ પણ ગુસ્સે ભરાતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક યુવકે પોતાની સુહાગરાતનો વીડિયો બનાવ્યો હતો. (Image Credit તમામ તસવીરો: ઇન્સ્ટાગ્રામ વીડિયો પરથી)

ત્યારે હવે વધુ એક યુવકે પણ તેની સુહાગરાતનો વીડિયો બનાવ્યો છે અને પછી ઇન્સ્ટાગ્રામના રીલ સેક્શનમાં તેને પોસ્ટ પણ કર્યો છે. જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લાખો લોકો આ વીડિયોને જોઈ રહ્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે અને ઘણા લોકો આ વીડિયોને જોઈને ખરી ખોટી પણ સંભળાવી રહ્યા છે.

આ વીડિયોને ભાવિન અને વૈશાખી નામના યુઝર્સ દ્વારા તેમના પેજ લવની ભવાઈ પર પોસ્ટ કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વર-કન્યાએ પોતાની પહેલી રાતને યાદગાર બનાવવા માટે  બનાવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે ફૂલો અને ફુગ્ગાથી રૂમને શણગારવામાં આવ્યો છે અને વર કન્યા બંને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે કન્યા મીરર સામે મોબાઈલ રાખીને પોતાને બતાવી રહી છે. તો આગળ વરરાજા પણ કન્યાની ઓઢણી લઈને શરમાવવાનો અભિનય કરી રહ્યો છે. જેના બાદ વરરાજા કન્યાનો એક પછી એક શણગાર ઉતારવામાં મદદ પણ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં છેલ્લે બંને હસતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડિયોને જોઈને ઘણા લોકો અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણા લોકોને આ વર-કન્યાની ક્યુટનેસ પસંદ આવી રહી છે તો ઘણા લોકોને તેમનો આ રીતે વીડિયો બનાવવું પસંદ નથી આવી રહ્યું. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel