કન્યાની બહેનપણીએ કન્યાની એવી રીતે લગ્ન મંડપમાં કરાવી એન્ટ્રી કે જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા, તમે પણ આજ પહેલા ક્યારેય નહીં જોયું હોય

લગ્નને લઈને દરેક વ્યક્તિ ઉત્સાહિત હોય છે. ખાસ તો જેના લગ્ન હોય તેના કરતા તો તેના મિત્રો વધારે ઉત્સાહિત બનતા આપણે જોયા છે. એ પછી વરરાજાના મિત્રો હોય કે પછી કન્યાની બહેનપણીઓ અને આવા મિત્રોના કારણે જ લગ્ન વધારે શાનદાર બનતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એવી જ એક કન્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેની બહેનપણી તેની શાનદાર એન્ટ્રી કરાવી રહી છે.

મોટાભાગે આપણે જોયું છે કે લગ્ન મંડપની અંદર કન્યાની એન્ટ્રી કરાવવા માટે અવનવી તરકીબો અપનાવે છે. ઘણી કન્યાઓને તો આપણે બુલેટ ઉપર પણ એન્ટ્રી કરતા જોઈ હશે, પરંતુ આ વીડિયો થોડો હટકે છે, કારણ કે આ કન્યા ના બુલેટ ઉપર કે ના ડોલીમાં એન્ટ્રી કરે છે, પરંતુ તેની બહેનપણી એક અલગ જ અંદાજમાં તેને લઈને લગ્ન મંડપમાં પહોંચે છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે બે છોકરીઓ બાઈક ઉપર બેઠી છે. બંનેએ લહેંગો અને ચોલી પહેરી રાખ્યા છે. બંને બહેનપણીઓ ખુબ જ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે અને ખુબ જ ખુશીથી તે લગ્ન મંડપમાં પહોંચે છે. જેમાં કન્યાની બહેનપણી બાઈક ચલાવી રહી છે અને તેની પાછળ દુલ્હન બેઠી છે. આ રીતે કન્યાની બહેનપણીએ કન્યાની ખાસ એન્ટ્રી કરાવી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.


સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે તો બહેનપણી હોય તો આવી એવી કોમેન્ટ પણ લોકો કરી રહ્યા છે. ઘણા લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને ઘણા લોકોએ આ વીડિયોને નિહાળી પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Niraj Patel