લગ્નના દિવસે સજી ધજીને બુલેટ ઉપર નીકળી દુલ્હન, તેનો સ્વેગ જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

હાલ આખા દેશની અંદર લગ્નની સીઝન ચાલી રહી છે અને આ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં લગ્નના અલગ અલગ રિવાજો સાથે વર-કન્યાની મસ્તી ભરી અદાઓ અને ઘણીવાર તો એવી એવી બાબતો જોવા મળે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ.

હાલ એક એવી દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેનો સ્વેગ જોઈને ભલભલા લોકો પણ હેરાન રહી ગયા છે. કોઈપણ છોકરી માટે તેના લગ્નનો દિવસ ખુબ જ ખાસ હોય છે અને તેના આ દિવસને વધુ ખાસ બનાવવા માટે તે અવનવા આયોજનો પણ કરતી હોય છે, પરંતુ આ દુલ્હને તેના લગ્નના દિવસે જે કર્યું તે લોકોની કલ્પના બહારનું હતું.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક દુલ્હન તેના લગ્નના દિવસે લગ્નના જોડામાં સજી ધજીને બુલેટ ચલાવી રહી છે. તેને ખુબ જ સુંદર લહેંગા ચોલી પણ પહેરી છે અને બુલેટ લઈને લગ્નના સ્થળ ઉપર જતી જોવા મળી રહી છે. લગ્ન સ્થળ ઉપર જવા માટે તે કાર નહીં પરંતુ બુલેટ ઉપર જાય છે અને તે પણ જાતે જ રોયલ અંદાજમાં ચલાવીને.

દુલ્હનના આ અંદાજને રસ્તા ઉપર રહેલા લોકો પણ જોતા જ રહી ગયા. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને વીડિયોના બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીત પણ વાગતું જોવા મળી રહ્યું છે. આ ગીત પ્રમાણે જ આ દુલ્હન પણ એકદમ ફિટ દેખાઈ રહી છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને આ બિન્દાસ દુલ્હનના વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel