લગ્નના કપડાં પહેરીને આ દુલ્હન ચઢી જીદે, બુલેટ લઈને જવાની કરી માંગ, પછી ચણીયા ચોલીમાં એવી રીતે બુલેટ હંકાર્યું કે… જુઓ વીડિયો

લગ્નને લઈને ઘણા બધા વીડિયો ઇન્ટરનેટ ઉપર સતત વાયરલ થતા હોય છે. આજે મોટાભાગના લોકો પોતાના લગ્નને ખુબ જ ખાસ બનાવવા માંગતા હોય છે અને તેમાં પણ લોકો લગ્ન સમયે થતી એન્ટ્રીને જેટલી જોરદાર બને તેટલી જ જોરદાર કરવા માંગતા હોય છે. ઘણા લગ્નની અંદર તમે વર કન્યાને બુલેટ લઈને આવતા જોયા હશે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોની અંદર કન્યા લગ્નનો જોડો પહેરી અને બુલેટ ચલાવવા જીદ ઉપર અડી છે.

તમે પણ વિચારતા જ હશો કે ભારે લહેંગો પહેર્યા બાદ દુલ્હન કેવી રીતે બુલેટ ચલાવી શકશે. તો ચાલો તમને જણાવીએ કે આખરે શું થયું. સોશિયલ મીડિયા પર લોકો એક યાદગાર સ્મૃતિ બનાવવા માટે કેટલીક નવી યુક્તિઓ બતાવે છે, ત્યારે એક દુલ્હનના બુલેટ ચલાવીને લગ્ન સ્થળ સુધી પહોંચવાના નિર્ણયે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. લગ્ન માટે જ્યારે દુલ્હન તૈયાર થવા બ્યુટી પાર્લરમાં ગઈ ત્યારે તેણે ભારે લહેંગા પહેર્યો હતો અને મેકઅપ સાથે સારી રીતે પોશાક પહેર્યો હતો, પરંતુ તેણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તે બુલેટ સાથે તેના લગ્ન સ્થળ પર જશે.

વિડિયો ઉપર લખેલા લખાણમાં આપણે જોઈ શકીએ છીએ કે કન્યાએ તેના પિતાને બુલેટ પર જવાનો આગ્રહ કર્યો હતો. વીડિયોની ઉપરના લખાણમાં લખ્યું છે, ‘જિદ્દી કન્યાએ કહ્યું કે પપ્પા મારે બુલેટ પર જ જવું છે.’ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન બુલેટ પર બેસે છે અને પછી નજીકમાં ઉભેલા પોતાના લોકોને લહેંગો ઠીક કરવા કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Deepalimakeovers (@deera.makeovers)

આ દરમિયાન પાછળથી કોઈએ કંઈક કહ્યું તો તેણે ‘રહેને દો યાર’ કહીને ના પાડી દીધી. આ પછી દુલ્હન બુલેટ લઈને રસ્તા પર દોડવા લાગે છે. આ દરમિયાન તે ખૂબ જ ખુશ છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર deera.makeovers નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ લાખો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

Niraj Patel