લગ્ન બાદ કોડી રમવાની વીંટી શોધવાની રમતમાં વર-કન્યા બાખડી પડ્યા, જુઓ પછી કોની થઇ જીત, મજેદાર વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઢગલાબંધ વીડિયો વાયરલ થતા હોય છે, તેમાં પણ લગ્નને લઈને જે વીડિયો વાયરલ થાય ચેહ તે જોવાના લોકોને ખુબ જ પસંદ હોય છે, ખાસ કરીને લગ્નની વિધિઓના ઘણા બધા વીડિયો લોકોને ખુબ જ પસંદ હોય છે,  ત્યારે હાલ એવા જ એક રિવાજનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણા હિન્દૂ ધર્મની અંદર લગ્ન બાદ વીંટી શોધવાની રમત પણ યોજાતી હોય છે, જેમાં કન્યા પોતાના સાસરે આવીને સાસરી પક્ષના સભ્યો સામે આ રમત રમે છે અને આપણે ત્યાં એવું પણ માનવામાં આવે છે કે વર-કન્યામાંથી જે વીંટી પહેલા શોધી લે તેનું જ ઘરમાં રાજ ચાલે છે. જો કે આ તો એક માન્યતા છે છતાં પણ આ રિવાજ લોકોને ખુબ જ ગમે છે.

ત્યારે હાલ એ રિવાજનો એક વીડિયો પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે “લગ્ન સમારોહ દરમિયાન વીંટી શોધવાની પ્રથા ચાલુ છે અને તેને જીતવા માટે કન્યા અને વરરાજાએ પૂરા પ્રયાસો કર્યા હતા. વર-કન્યાની આ મહેનત જોઈને લોકોને ખૂબ જ મજા આવી રહી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ઘડામાં દૂધ અને ગુલાબની પાંખડીઓ ભરેલી હોય છે. જેમાં એક વ્યક્તિ તેમાં વીંટી મૂકે છે.અને પછી કન્યા અને વરરાજા તેને શોધવા માટે ઘડા પર તૂટી પડે છે. આ રમતને જીતવા માટે વર-કન્યા જે હરકત કરે છે તેને જોઈને ત્યાં હાજર લોકો પણ પેટ પકડીને હસવા લાગે છે.  ત્યાં હાજર કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો, જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ ગયો.

Niraj Patel