રસ્તા પર ચાલુ કારના સનરૂફમાંથી લોકોને ફેકકા ધુળેટી વાળા પાણીના ફુગ્ગા, અને પછી….જુઓ વીડિયો

ચાલુ કારની સનરૂફમાંથી રસ્તા પર ચાલતા લોકો પર બે છોકરાઓ ફેંકી રહ્યા હતા ફુગ્ગા, લોકો બોલ્યા- પોલિસ લઠ્ઠમાર હોળી રમશે !

હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બજારો સજી ચૂક્યા છે અને મથુરા-વૃંદાવનમાં લોકોએ રંગોથી રમવાનું શરૂ કરી દીધું છે. પરંતુ દિલ્હીથી એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ઈન્ટરનેટ યુઝર્સ ગુસ્સે થઈ રહ્યા છે. વાસ્તવમાં વસંત કુંજ વિસ્તારમાં બપોરે બે છોકરાઓ ચાલુ કારના સનરૂફમાંથી રસ્તા પર ચાલતા લોકો અને મહિલાઓ પર ફુગ્ગા ફેંકી રહ્યા હતા.

બીજી કારમાં મુસાફરી કરી રહેલી એક વ્યક્તિએ વીડિયો બનાવીને ટ્વિટર પર પોસ્ટ કરી દીધો. પોલીસે આ છોકરાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. હવે અન્ય લોકો કહી રહ્યા છે કે પોલીસ તેમની સાથે લઠ્ઠમાર હોળી રમશે. આ વીડિયો 17 માર્ચે @snehasi78473513 નામના હેન્ડલથી માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

દિલ્હી ટ્રાફિક પોલીસ, દિલ્હી પોલીસ અને દિલ્હી પોલીસ કમિશનરને ટેગ કરીને લખવામાં આવ્યુ હતુ- 16 માર્ચની બપોરે વસંત કુંજમાં બે છોકરાઓ રસ્તા પર ચાલતા લોકો અને મહિલાઓ પર પાણીના ફુગ્ગા ફેંકી રહ્યા હતા. આ ખૂબ જ ખતરનાક છે, જેનાથી કોઈને ગંભીર ઈજા થઈ શકે છે.

જ્યારે આ મામલો વાયરલ થયો ત્યારે @gharkekalesh નામના હેન્ડલથી પણ આ ક્લિપ પોસ્ટ કરવામાં આવી, જેને લાખોમાં વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી છે. સેંકડો યુઝર્સ આ બાબતે ફીડબેક આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે આ છોકરાઓ બેલ્ટ ટ્રીટમેન્ટ માગી રહ્યા છે, તો કેટલાક અન્ય લોકોએ કહ્યું – ટાઇમ આવી ગયો છે કે પોલીસ લઠ્ઠમાર હોળી રમે.

Shah Jina