3 છોકરાઓને એક બાઈક પર બેસીને સ્ટન્ટ બાજી કરવી પડી ગઈ ઉંધી, સાપોલિયાની જેમ વાંકા ચૂંકા વળીને જતા હતા અને અચાનક થયું એવું કે… જુઓ વીડિયો

સ્પ્લેન્ડર પર ત્રણ જણાને બેસાડીને કલર કરવા ગયો મિત્ર, પણ પછી થઇ એવી હાલત કે જોઈને તમે પણ કહેશો… “બરાબર થયું…” જુઓ વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને આજના યુવાનોને તો સોશિયલ મીડિયામાં વાયરલ થવાનું ઘેલું લાગ્યું છે. જેના માટે થઈને ઘણીવાર આજના યુવાનો પોતાના જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં આવી સ્ટન્ટ બાજીના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જશે.

આ વીડિયો 11 સેકન્ડનો છે જેમાં હેલ્મેટ વિના સ્પ્લેન્ડર મોટરસાઈકલ ચલાવતા ત્રણ યુવકો જોઈ શકાય છે. અચાનક બાઈક ચલાવી રહેલા યુવકને મસ્તી સૂઝે છે અને તે બાઇકને સાપોલિયાની જેમ વાંકી ચોંકી વાળીને રોડ પર ભગાવે છે. ત્યારે જ બાજુમાં રહેલો એક વ્યક્તિ તેનો વીડિયો પણ બનાવતો હોય છે.

થોડી વારની તેમની મજા સજામાં ફેરવાઈ જાય છે. બાઈકનું સંતુલન ખોરવાઈ જાય છે જેના કારણે તે જઈને ડિવાઈડર સાથે અથડાય છે. ત્રણેય શખ્સો બાઇકની સાથે નીચે આવી ગયા હતા. સારી બાબત એ હતી કે પાછળથી કોઈ વાહન આવતું ન હતું, નહીંતર મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. પાછળ આવતા અન્ય એક બાઇક સવારે આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો હવે વાયરલ થયો છે.

આ વીડિયો ટ્વિટર યુઝર ‘નેહા અગ્રવાલ’ (@NehaAgarwal_97) દ્વારા 29 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું “ઔર કર લો મસ્તી રોડ પર….” આ વીડિયોને હવે ઘણા લોકો જોઈ રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે, એક વ્યક્તિએ લખ્યું “આ ટિક-ટોક વાળા લોકો છે, તેઓ જાણી જોઈને પડ્યા, ધ્યાનથી જુઓ કે ડિવાઈડર પહોંચતા જ તરત તેમના જમણા પગને ઉંચા કરીને ફેલાવ્યા. પરંતુ તે અન્ય લોકો માટે હાનિકારક છે. વહીવટીતંત્રે કોઈ કાર્યવાહી કરવી જોઈએ.”

Niraj Patel