લો બોલો… આ યુવતીએ AIની મદદથી પકડી લીધી પોતાના બોયફ્રેન્ડની બેવફાઈ, છેલ્લા કેટલાય દિવસથી હતી તેને શંકા, વીડિયોમાં જણાવી આખી હકીકત, જુઓ

છેલ્લા કેટલાય દિવસથી બોયફ્રેન્ડ છેતરી રહ્યો હતો યુવતીને, શંકા જતા લીધી AIની મદદ અને પછી એવી રીતે ભાંડો ફોડ્યો કે વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

Boyfred’s cheating caught with the help of AI : આજનો જમાનો ટેક્નોલોજીનો છે અને આ સમયમાં કંઈપણ અશક્ય નથી લાગતું. ત્યારે ઘણા લોકો ટેક્નોલોજીનો ઉપયોગ સારા કામ માટે કરે છે તો ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરતા હોય છે. પરંતુ ઘણીવાર આ ટેક્નોલોજી કોઈ માટે વરદાન રૂપ પણ બનતી હોય છે. જેની મદદથી કેટલાય લોકો મુશ્કેલ કામ પણ સરળતાથી કરી શકતા હોય છે.  આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ઘણો વધવા લાગ્યો છે. AIની મદદથી ઘણું કામ થઈ રહ્યું છે. તાજેતરમાં એક મહિલાએ એઆઈની મદદથી જે કર્યું તેના પરિણામોથી આશ્ચર્યચકિત થઈ ગઈ.

AIનો લીધો સહારો :

22 વર્ષની મિયા ડિયોને તેના બોયફ્રેન્ડ બિલી પર થોડા સમયથી શંકા હતી કારણ કે તે વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. મિયાને લાગ્યું કે બિલી તેની પાસેથી કંઈક છુપાવી રહી છે અને તેને છેતરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે નક્કી કર્યું કે તે બિલીને રંગે હાથે પકડશે. તેણે જે પણ કર્યું, તેણે તેને વીડિયોમાં રેકોર્ડ કર્યું અને તેને ટિકટોક પર શેર કર્યું. આ માટે તેણે AIનો સહારો લીધો. ટિકટિક પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે મિયા મેઈલબોક્સમાંથી બિલીના અવાજની નકલ કરે છે અને એઆઈની મદદથી તે જ અવાજને ક્લોન કરે છે અને તેના એક મિત્રને ફોન કરે છે.

બોયફ્રેન્ડના અવાજમાં મિત્ર સાથે કરી વાત :

બિલીના મિત્રને બિલકુલ ખ્યાલ નથી કે તે બિલી નથી. બિલીના અવાજમાં AI મિત્રને પૂછે છે કે હું ગઈકાલે નશામાં હતો, મને લાગે છે કે મેં ગડબડ કરી, મેં શું કર્યું? જવાબમાં મિત્રએ કહ્યું કે તું પાર્ટીમાં ખૂબ નશામાં હતો અને તે એક છોકરીને કિસ કરી હતી. આ સાંભળીને મિયાના હોશ ઉડી ગયા. તેનો બોયફ્રેન્ડ ખરેખર તેની સાથે છેતરપિંડી કરતો હતો. મિયાના આ વીડિયો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી. કોઈએ કહ્યું કે ચીટરને પકડવાનો આ સારો વિચાર છે, અમે પણ પ્રયત્ન કરીશું.

 

View this post on Instagram

 

A post shared by Mia Dio (@miiadio)

વીડિયોમાં જણાવી હકીકત :

જો કે, અન્ય એક વિડિયોમાં, મિયા તેના બોયફ્રેન્ડનો સામનો કરે છે અને જણાવે છે કે તે બધુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું, જેમાં તેનો બોયફ્રેન્ડ અને તેનો મિત્ર પણ સામેલ હતા. મિયાએ કહ્યું- અમે લોકોને જણાવવા માગતા હતા કે ટેક્નોલોજીએ કેટલી પ્રગતિ કરી છે કે તે માનવ અવાજની બરાબર નકલ કરી રહી છે.

Niraj Patel