વાહ જગતના તાત વાહ… ઓછા ખર્ચમાં જ બનાવી દીધો પાણીનો એવો પંપ કે વીડિયો જોઈને તમે પણ કરવા લાગશો વખાણ, જુઓ

આ ખેડૂતના વખાણ કરીએ એટલા ઓછા છે, એટલી ઓછી કિંમતમાં બનાવી દીધો એટલો જબરદસ્ત સિંચાઈનો પંપ કે લોકો પણ જોઈને થઇ ગયા પ્રભાવિત, જુઓ વીડિયો

Hand Pump Invention For Watering Crop : આપણા દેશમાં જુગાડનો કોઈ તોટો નથી, ઘણા લોકો એવા એવા જુગાડ દ્વારા એવા એવા કામ કરતા હોય છે કે તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ત્યારે ભારતીય જુગાડ પણ દુનિયાભરમાં વાયરલ પણ થતા હોય છે. આવા ગજબના જુગાડ કરનારા ઓછું ભણેલા અને ઘણા તો સાવ ભણેલા પણ નથી હોતા, પરંતુ પોતાની કોઠા સૂઝ દ્વારા તે એવા જુગાડ કરે છે કે અન્ય લોકોને પણ તે ઉપયોગી થતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખેડુતના એક એવા જ જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ખેડૂતને ખબર છે સિંચાઈનું મહત્વ :

જેમને ખેતીની સમજ છે તેઓ સારી રીતે સમજે છે કે સારી ઉપજ માટે સિંચાઈ કેટલી જરૂરી છે. આ સાથે, તેઓ એ પણ જાણે છે કે આ માટે ડીઝલ અને વીજળીનો ખર્ચ વધુ છે. વાસ્તવમાં ખેતરોમાં પાણી પહોંચાડવા માટે અનેક મશીનો બનાવવામાં આવ્યા છે. પરંતુ નાના ખેડૂત પાસે ન તો મોંઘા મશીન ખરીદવાના પૈસા છે અને ન તો ડીઝલ અને વીજળી પરવડે છે. આ પરિસ્થિતિઓમાં, પાઈપ બિછાવીને પાકને સિંચાઈ કરવાનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે.

ગજબનો બનાવ્યો પંપ :

પરંતુ જ્યારે કામ ઓછી સુવિધામાં કરવાનું હોય ત્યારે દિમાગ પોતાની મેળે દોડવા લાગે છે. પછી શોધ થાય છે કારણ કે આવશ્યકતા શોધની જનની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો આ વાત સાચી સાબિત કરે છે. એક IRS અધિકારી દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે – 10 HP પંપ વીજળી વગર ચાલે છે. 2 મિનિટ 20 સેકન્ડના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સેટઅપની અંદર બેટરી સહિતની કેટલીક વસ્તુઓ ઉમેરવામાં આવી છે.

આનાથી સસ્તો સિંચાઈનો બીજો રસ્તો નહીં મળે :

આ સિવાય પાણીના પંપના તે ભાગને સામેના નળ સાથે જોડવામાં આવ્યો છે જેમાંથી પાણી બહાર આવે છે. આ સાથે નીચે મુકેલા મોટા બોર્ડ પર નાના બલ્બ લગાવવામાં આવ્યા છે. એક વ્યક્તિ થોડીવાર માટે વ્હીલ ફેરવે છે, ત્યારબાદ બજારમાં મળતા મશીનની જેમ પાણી વહેવા લાગે છે. ખરેખર, આનાથી સસ્તી સિંચાઈનો બીજો કોઈ સારો રસ્તો હોઈ શકે નહીં. 11 ઓગસ્ટે શેર કરવામાં આવેલી આ ક્લિપ જેણે પણ જોઈ તે પ્રભાવિત થયા છે.

Niraj Patel