રોડ પર વાંદરાઓનું ટોળું આરામથી બેઠું હતું ત્યારે જ ત્યાં આવી ગયો દીપડો, પછી કપિરાજના ટોળાએ જે કર્યું એ જોઈને હાજા ગગડી જશે… જુઓ વીડિયો

દીપડાને વાંદરાના ટોળા પર હુમલો કરવો  પડી ગયો ભારે, વાંદરાઓએ એવો મેથી પાક ચખાડયો કે જીવ બચાવીને દીપડો ઉભી પુછડીએ ભાગ્યો, જુઓ વીડિયો

Monkeys attacked the leopard : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ખાસ કરીને જંગલના પ્રાણીઓની ઘટનાઓ લોકોને ચોંકાવી દેતી હોય છે. જંગલના ખતરનાક પ્રાણીઓ મોટાભાગે શિકારની શોધમાં બહાર ભટકતા હોય છે અને તેમના શિકાર કરતા ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે.

રસ્તા પર બેઠું હતું 50 જેટલા વાંદરાનું ટોળું :

રસ્તા પર ચાલતા એક દીપડાને વાંદરાના ટોળાએ ધોઈ નાખ્યો. જેના બાદ તે પોતાનો જીવ બચાવીને ભાગતો જોવા મળ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અસાધારણ ક્ષણ દરમિયાન, રસ્તા પરનો ટ્રાફિક પણ થંભી ગયો હતો. આ ઘટના દક્ષિણ આફ્રિકાના દૂરના વિસ્તારની છે. અહીં 50 વાંદરાના સમૂહે રસ્તા પર ચાલતા એક દીપડાને પર હુમલો કરીને તેને ભગાડી દીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે શિકારી પોતે જ શિકાર બન્યો.

શિકારની શોધમાં આવેલા દીપડાએ કર્યો હુમલો :

વીડિયોમાં જોઈ શકાય છે કે આ દરમિયાન રસ્તા પરનો વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. આ વીડિયો લેટેસ્ટ સાઇટિંગ્સની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆત એક દીપડા સાથે થાય છે જે રસ્તા પર ચાલી રહ્યો છે. એવું લાગે છે કે તે શિકારની શોધમાં છે. બીજી જ ક્ષણે વાંદરાઓનું એક જૂથ રસ્તાની વચ્ચે ચાલતું જોઈ શકાય છે. દીપડો વાંદરાને જોવે છે અને તરત જ તે તેના પર હુમલો કરે છે, પરંતુ પોતાના સાથી પર હુમલો થતો જોઈને વાંદરાઓ દીપડા પર તૂટી પડે છે.

વાંદરે દીપડાને ધોઈ નાખ્યો :

થોડીવારમાં જ દીપડાને પણ પોતાની ભૂલ સમાજાય જાય છે કે તેને ખોટી જગ્યાએ પંગો લઇ લીધો અને તે જીવ બચાવીને જંગલ તરફ ભાગવા લાગે છે. વાંદરાઓ પણ તેની પાછળ પાછળ જ ભાગે છે. 15 ઓગસ્ટના રોજ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને 7  લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. આ ઉપરાંત ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાના પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel