કેટલા તેજસ્વી લોકો રહે છે આપણે ત્યાં… જુઓ બાઇકના ટાયરથી આ ભાઈએ ચાલુ કરી દીધું જનરેટર… જુગાડ જોઈને તો આંખો ચાર થઇ જશે

બંધ પડેલા જનરેટરને ચાલુ કરવા માટે નહોતું હેન્ડલ, પછી એક બાઈક વાળાએ એવું જબરદસ્ત દિમાગ વાપર્યું કે જુગાડ જોઈને લોકો રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

Generator started from bike : ભારત અને જુગાડનો વર્ષો જૂનો નાતો છે. અહીંયા કોઈપણ જરૂરિયાત માટે કોઈને કોઈ જુગાડ થતો તમને જોવા મળી જતો હોય છે. સોશિયલ મીડિયામાં પણ જુગાડના ઘણા બધા વીડિયો વાયરલ તથા હોય છે. આ વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જે અન્ય લોકોને પણ ઉપયોગી થઇ પડતી હોય છે. હાલ એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઇકના ટાયર દ્વારા જનરેટરને ચાલુ કરતો જોવા મળી રહ્યો છે.

ગજબનો જુગાડ :

વીડિયોમાં કામ કરી રહેલા કેટલાક લોકોને હેન્ડલ વગર જનરેટર શરૂ કરતા જોઈ શકાય છે. વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે દરેક વ્યક્તિ મોટરસાઈકલના પાછળના વ્હીલની મદદથી જનરેટર ચાલુ કરી રહી છે. તમે આ પદ્ધતિ પહેલા ક્યારેય જોઈ નહિ હોય. તમે જનરેટર જોયું જ હશે, જેને શરૂ કરવા માટે હેન્ડલની જરૂર પડે છે.

બાઈકથી ચાલુ કર્યું જનરેટર :

જ્યારે હેન્ડલ જનરેટરમાં ફસાઈ જાય છે અને ઝડપથી ફેરવાય છે, ત્યારે જ જનરેટર ચાલુ થાય છે, પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો બાઇકની મદદથી પળવારમાં જનરેટર ચાલુ કરે છે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સૌ કોઈ જોઈને રહી ગયા હક્કાબક્કા :

10 ઓગસ્ટના રોજ ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે દરેક વ્યક્તિ મોટરસાઈકલને ઊંચી કરે છે અને પછી જનરેટરની જગ્યા પર બાઈકનું પાછળનું ટાયર મૂકે છે જ્યાંથી તેને સ્ટાર્ટ કરી શકાય છે. જેમ બાઇકના ટાયરની રેસને કારણે તે ફરે છે, તેવી જ રીતે જનરેટર પણ ફરવા લાગે છે. વીડિયોને અત્યાર સુધીમાં 4.8 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોઈને યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel