છોકરીએ ઇન્ટરનેટ પર ટ્રોલ કરવાવાળાને વાસણ ધોઇને શીખવાડ્યુ સબક, લોકો બોલ્યા- બરાબર જવાબ

કોઇએ પાકિસ્તાની ઇન્ફ્લુએન્સરને કહ્યુ- વાસણ ધો જઇને, છોકરીએ આપ્યો એવો જવાબ કે થઇ ગયો વાયરલ

આ પાકિસ્તાની છોકરીને ઇન્ટરનેટ પર લોકોએ કહ્યુ- વાસણ ધો જઇને, મળ્યો આ જવાબ

Pakistani girl Taught Lesson: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંટેંટ ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર માટે પ્રતિભા બતાવવાનું અને ઓળખ હાંસિલ કરવાનું પ્રમુખ સ્થળ બનતુ જઇ રહ્યુ છે. જો કે, આ પ્લેટફોર્મ નેગેટિવિટી, અસમાનતા અને ટ્રોલિંગને પણ વધારો આપે છે, જે કલાકારો પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. પણ જો આવા લોકોને બરાબર રીતે જવાબ આપવાનું લોકો જાણે છે તો એ જ લોકો તેમની પ્રશંશા પણ કરે છે.

પાકિસ્તાની ઇન્ફ્લુએન્સરને એક ટ્રોલે કરી ટ્રોલ
હાલમાં જ એક ઘટના બની, એક પાકિસ્તાની ઇન્ફ્લુએન્સર છોકરીને ઇન્સ્ટાગ્રામ સવાલ-જવાબ સેશન દરમિયાન આવા જ હુમલાનો સામનો કરવો પડ્યો. છોકરીને પારંપારિક લૈંગિક ભૂમિકાઓ સાથે જોડાયેલ અપમાનજનક કમેન્ટોનો સામનો કરવો પડ્યો. પણ પાકિસ્તાની છોકરીએ ટ્રોલ કરવાવાળાનો સામનો કર્યો અને કરારો જવાબ પણ આપ્યો. પોતાના કંટેટ માટે મશહૂર કશફ અલી તેના ઇન્સ્ટા ફોલોઅર્સ સાથે એક ઇંટરેક્ટિવ સેશનમાં વ્યસ્ત હતી, ત્યારે એક ટ્રોલરે આપત્તિજનક કમેન્ટ કરી અને તેને જોઇને કશફ અલી ભડકી ગઇ.

લાઇવ સેશનમાં આપ્યો કરારો જવાબ
ગુમનામીનો ફાયદો ઉઠાવતા એક યુઝરે કશફને કહ્યુ- વાસણ ધો જઇને. કશફે પણ આનો જવાબ ખૂબ જ અનોખા અંદાજમાં આપ્યો. કશફ તેનો ફોન રસોડામાં લઇ ગઇ અને વાસણ ધોવા લાગી. આ દરમિયાન તેણે પોતાનું લાઇવ સેશન કન્ટીન્યુ રાખ્યુ હતુ. કશફે વાસણ ધોઇને એ બતાવ્યુ કે આ કામ નાનું-મોટુ નથી. તેણે લૈંગિક રીઢિવાદિતા અને સાઇબરબુલિંગ વિરૂદ્ધ એક મજબૂત ધોષણા પણ કરી, જેને જોઇ લોકોએ ખૂબ તારીફ કરી.

ધોયા વાસણ
કશફે કહ્યુ- મેં વાસણ ધોયા. શું આ મને નાની કે મોટી બનાવે છે ? આનાથી શું બદલાઇ ગયુ ? કંઇ નહિ, મારા માટે આ બિલકુલ ઠીક છે. આ એક સામાન્ય કામ હતુ અને મેં તેને પૂરુ કર્યુ. તમે લોકો મહિલાઓ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કેમ કરો છો ? સમજદારીથી વિચારો મારા મિત્રો, દર વખતે ખાવા માટે નવા વાસણ કોઇ ખરીદી શકે ? તો તમારે તેને ધોવા જ પડે. આ અજીબ છે કે મારે આવી વાતો કેવી રીતે સમજાવવી પડે છે.

Shah Jina