આ છોકરાએ કર્યો એવો ડાન્સ કે જોઈને લોકો બોલ્યા…”આની આગળ તો નોરા ફતેહી પણ ફેલ છે…” જુઓ જબરદસ્ત ડાન્સ વીડિયો

છોકરાનો બેલી ડાન્સ જોઈને હોશ ખોઈ બેઠા યુઝર્સ, એવા ગજબના મૂવ્સ આપ્યા કે તમે પણ ફિદા થઇ જશો.. જુઓ વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા જ લોકો પોતાના ટેલેન્ટને બહાર લાવી રહ્યા છે. તમે ઘણા લોકોને જોયા હશે જે દૂર કોઈ ગામડામાં બેઠા બેઠા પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે, ત્યારે હાલમાં એક યુવકનો ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે તેના ડાન્સ મૂવ્સ જોઈને લોકો દીવાના બની રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં યુવક બેલી ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જો કે આ નૃત્ય મધ્ય પૂર્વની કળાનો એક ભાગ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. તે વિશ્વના સૌથી મુશ્કેલ નૃત્ય સ્વરૂપોમાં પણ ગણવામાં આવે છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં આ વ્યક્તિ શાનદાર ડાન્સ મૂવ્સ કરતી જોઈ શકાય છે.

ટ્વિટર પર કાવેરી નામના યુઝરે કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી 83 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 1443થી વધુ લોકોએ તેને પસંદ કર્યું છે. છોકરાનો ડાન્સ જોઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ જોઈને શકીરા શરમાતી હશે.’ અન્ય યુઝરે કોમેન્ટ કરતા કહ્યું છે કે, ‘નોરાનો નાનો ભાઈ.”

તમને જણાવી દઈએ કે, આ વીડિયો થોડા દિવસો પહેલા શેર કરવામાં આવ્યો હતો. ત્યારથી તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ, મોટાભાગે છોકરીઓ બેલી ડાન્સ કરે છે. જો કે હવે છોકરાઓ પણ આ ડાન્સ કરતા જોવા મળે છે. આ છોકરો બેલી ડાન્સ કરતી વખતે અદ્ભુત મૂવ્સ કરે છે.

Niraj Patel