Video: પોતાને એવી વસ્તુ ડોનેટ કરવા માટેનું બોર્ડ પોતાના શરીર પર લગાવીને ફરી રહ્યો હતો આ છોકરો કે છોકરીઓ પણ જોઈને શરમાઈ ગઈ

મેટ્રોમાં જેકેટ પર એવું બોર્ડ લગાવીને દાન લેવા નીકળ્યો આ વ્યક્તિ કે જોઈને લોકો પણ પેટ પકડી હસવા લાગ્યા… વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજે ઘણા લોકો અલગ અલગ પ્રકારની રીતો અપનાવતા હોય છે, ઘણીવાર તો કેટલાક લોકો એવી ફની હરકતો કરે છે કે લોકો પણ તેમને જોઈને પેટ પકડીને હસવા લાગી જતા હોય છે. ઘણીવાર કેટલાક લોકો રસ્તા પર અવનવા બેનર પણ લઈને ઉભા હોય છે જેમાં પણ કેટલીક એવી વાતો લખેલી હોય છે જે વાંચીને હેરાન પણ રહી જવાય.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ તેના શરીર પર એવું વિચત્ર બેનર લગાવીને ફરે છે કે લોકો પણ જોઈને હેરાન રહી જાય છે. વીડિયોમાં એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે, જે પોતાના જેકેટ પર પોસ્ટર ચોંટાડી રહ્યો છે, જેને જોઈને પસાર થનારા લોકો ચોંકી ગયા. છોકરીઓ પણ તેને જોઈને શરમાઈ ગઈ હતી.

આ છોકરાએ તેના જેકેટ પર જે પોસ્ટર ચોંટાડ્યું છે તેમાં લખ્યું છે કે “મને ગર્લફ્રેન્ડ ડોનેટ કરો.” વીડિયો જોયા પછી તમે પણ તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો. આ ચોંકાવનારા વીડિયોમાં વ્યક્તિની એક્શન જોઈને તમારી પણ હસીને હાલત ખરાબ થઈ જશે. આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે, જ્યાં એક વ્યક્તિ તેના જેકેટ પર પોસ્ટર ચોંટાડીને ફરતો જોવા મળે છે.

વીડિયોમાં તમે જોશો કે તે વ્યક્તિ મેટ્રો સ્ટેશન પર ચાલતી વખતે સીડીઓથી નીચે આવે છે, જેને જોઈને લોકો પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. વીડિયો જોઈને યૂઝર્સ તેના પર ખૂબ જ બબાલ પણ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મોહિતગૌહર નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

Niraj Patel