બોલરે હવામાં સ્વિન્ગ કરાવ્યો બોલ, સીધો જ લાગી ગયો સ્ટમ્પમાં, 60 લાખ કરતા વધારે લોકોએ જોયો વીડિયો, તમે પણ જુઓ

હાલ આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે મોટાભાગના લોકોના દિમાગમાં હવે ક્રિકેટ જ ઘૂમી રહી છે. આ દરમિયાન ક્રિકેટને લગતા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે હાલ એક એવા બોલરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેની બોલિંગ જોઈને તમે પણ જોતા જ રહી જશો.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે બોલર દોડીને આવે છે અને એક શાનદાર અંદાજમાં બોલ નાખે છે. આ બોલ હવામાં જ સ્વિન્ગ થતા સીધો સ્ટમ્પમાં જ જઈને લાગે છે. જેને જોઈને બેટ્સમેન પણ હેરાન રહી જાય છે.

સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયોને Cricket_Chamberનામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 60 લાખ કરતા પણ વધારે લોકોએ નિહાળ્યો છે. ઘણા લોકો આ વીડિયોમાં કોમેન્ટ કરી અને બોલરની પ્રસંશા કરી રહ્યા છે.

એક યુઝર્સનું કહેવું છે કે “આ કેટલી ખતરનાક સ્વિન્ગ હતી, એવું લાગ્યું જાણે સાપ પીચ ઉપર ફરી રહ્યો હોય.” તમે પણ જુઓ વાયરલ થઈ રહેલા આ વીડિયોને.

 

View this post on Instagram

 

A post shared by Cricket Chamber (@cricket_chamber)

Niraj Patel