સિદ્ધાર્થ શુક્લાના નિધનથી આખી ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રી થઇ દુ:ખી દુ:ખી – જુઓ કરોડોની ગાડી લઈને સિતારાઓ પહોંચ્યા ઘરે
ટીવી ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ અભિનેતા અને રિયાલિટી શો બિગબોસના વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે ગઇકાલે નિધન થયું છે, તેમની મોતની પુષ્ટિ કૂપર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. સિદ્ધાર્થના નિધનના કારણે બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ ફેલાયેલુ છે. સોશિયલ મીડિયા ઉપર ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપવા લાગી ગયા હતા. તો હોસ્પિટલની બહાર પણ લોકોના ટોળા જામ્યા હતા.
બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા હતા. બોલિવુડ અભિનેતા વરુણ ધવન પણ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત ટીવીની ખ્ચાતનામ જોડી અલી ગોની અને જાસ્મિન પણ સિદ્ધાર્થના મોતની ખબર સાંભળતા તરત જ દોડી આવ્યા હતા. ટીવી અભિનેતા ગુરમીત ચોધરી પણ સિદ્ધાર્થના ઘરે પહોંચ્યા હતા.
આ ઉપરાંત ટીવીની મોસ્ટ પોપ્યુલર જોડી અને પોતાના લગ્નને લઇને ચર્ચામાં રહેલ રાહુલ વૈદ્ય અને દિશા પરમાર પણ સ્પોટ થયા હતા. આ દરમિયાન બધા નમ આંખોએ જોવા મળ્યા હતા. બધાના ચહેરા પણ સિદ્ધાર્થના અચાનક જવાનુ દુખ જોવા મળ્યુ હતુ.
આ ઉપરાંત મનીષ પોલ, મધુરિમા તુલી, જોર્જિયા એંડ્રિયાની, જસલીન મથારુ જેવા સેલેબ્સ સિદ્ધાર્થના ઘરે પહોંચ્યા હતા. સિદ્ધાર્થના નિધન બાદથી જ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે. તમામ સેલેબ્સ સિદ્ધાર્થના નિધન પર દુખ જતાવી રહ્યા છે.
તેના નિધન પર અભિનેતા અક્ષય કુમાર, સોનુ સૂદ, ફરાહ ખાન, રિતેશ દેશમુખ, બિંદુ દારા સિંહ, હિંમાશી ખુરાના, ડોલી બિંદ્રા અને સૌમ્યા ટંડન જેના સ્ટાર્સે શ્રદ્ધાંજલિ આપી છે અને દુખ જતાવ્યુ છે.
જણાવી દઇએ કે, સિદ્ધાર્થ શુક્લા ટીવી સ્ટાર બન્યા પહેલા મોડલિંગની દુનિયામાં એક જાણિતુ નામ રહી ચૂક્યા છે. કેટલાક સમય પહેલા જ તે વેબ સીરીઝ “બ્રોકન બટ બ્યુટીફુલ”માં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થને રિયાલિટી કિંગ કહેવુ પણ ખોટુ નહિ હોય તે બિગબોસ 13 અને ખતરો કે ખિલાડીના પણ વિનર રહી ચૂક્યા છે.
સિદ્ધાર્થની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી હતી. આ દિવસોમાં તે તેમના કરિયરના પીક પર હતા.તેમણે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમને “બાલિકા વધુ”થી ઘર ઘરમાં ઓળખ મળી હતી અને તેઓ પ્રસિદ્ધ થઇ ગયા હતા.
12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઇમાં જન્મેલા સિદ્ધાર્થે પોતાના કરિયની શરૂઆત મોડલિંગથી કરી હતી. સિદ્ધાર્થ શુક્લાને ટીવી શો બાલિકા વધુથી પોપ્યુલારિટી મળી હતી. તે બાદ તેમણે કયારેય પાછળ વળીને જોયુ નથી. તે દિલ સે દિલ તક ધારાવાહિકમાં પણ જોવા મળ્યા હતા. બોલિવુડમાં તેમણે હમ્પટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી સિઝન 7માં જોવા મળ્યા હતા. તેમણે સાવધાન ઇંડિયા અને ઇંડિયાઝ ગોટ ટેલેન્ટ શોને પણ હોસ્ટ કર્યો છે. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઇના હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે મોડલિંગના દિવસોમાં જ તેમના પિતાને ગુમાવ્યા હતા.
સિદ્ધાર્થે વર્ષ 2004માં ટીવીથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં તે બાબુલ કા આંગન છૂટે ના નામથી ટીવી ધારાવાહિકથી ડેબ્યુ કર્યુ હતુ. પરંતુ તેમને ઓળખ બાલિકા વધુથી મળી હતી. તેમને આ શોથી ઘરે ઘરે ઓળખ મળી હતી.
View this post on Instagram