બોલિવુડની આ ફેમસ જોડીઓ વચ્ચે છે ઉંમરનું ઘણુ અંતર, કોઇ 9-10 વર્ષ તો કોઇ 20-22 વર્ષ…

હમસફરમાં બાપ-દીકરીની ઉંમર જેવા દેખાય છે બોલીવુડના સિતારાઓની જોડી, ફેન્સે કહ્યું, પૈસા હોય તો ગમે તેવી હિરોઈનુ પાછળ લટ્ટુ થઇ જાય….

બોલિવુડમાં એવા ઘણા કપલ્સ છે, જેના લગ્ન થઇ ચૂક્યા છે અથવા તો તે ડેટિંગ ફેઝમાં છે. જેમની વચ્ચે ઉંમરનું અંતર ઘણુ વધારે છે. કોઇ 9-10 વર્ષ તો કોઇ 20-22 વર્ષ…પરંતુ તો પણ કપલ્સ પ્રેમની ખાતિર એક સાથે છે અને આટલા મોટા એજ ડિફરન્સથી અફેક્ટ નથી થતા. આવો જાણીએ એવા કયા કપલ્સ છે અને તેમની વચ્ચે ઉંમરનું કેટલું અંતર છે.

અરબાઝ ખાન અને જોર્જિયા એન્ડ્રિયાની : તમને જાણીને હેરાની થશે કે અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની વચ્ચે 22 વર્ષનું અંતર છે. જ્યાં અરબાઝ ખાન 55 વર્ષનો છે, ત્યાં જોર્જિયા 33 વર્ષની છે.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત : શાહિદ અને મીરાએ અરેન્જ મેરેજ કર્યા હતા અને આજે આ કપલ બે ક્યુટ બાળકોના પેરેન્ટ્સ છે. શાહિદ મીરાથી 14 વર્ષ મોટો છે.

કરીના અને સૈફ : વર્ષ 2012માં લગ્નના બંધનમાં બંધાનાર ખૂબસુરત કપલ આજે બે ક્યુટ દીકરાઓ તૈમુર અને જેહના પેરેન્ટ્સ છે. કરીના અને સૈફની ઉંમરમાં 10 વર્ષનું અંતર છે. પરંતુ આજે પણ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે.

સંજય દત્ત અને માન્યતા : સંજય દત્તે માન્યતા દત્ત સાથે વર્ષ 2008માં લગ્ન કર્યા હતા અને આજે બંને ટ્વિન્સના પેરેન્ટ્સ છે. માન્યતા અને સંજય દત્ત વચ્ચે 19 વર્ષનું અંતર છે પરંતુ બંનેના પ્રેમ આગળ આનું કોઇ મહત્વ નથી.

આમિર ખાન અને કિરણ રાવ : આમિર ખાન અને કિરણ રાવના આમ તો છૂટાછેડા થઇ ગયા છે પરંતુ આ કપલનો એક દીકરો છે, જેનું તેઓ સાથે મળી ધ્યાન રાખે છે. તમને કદાચ ખબર નહિ હોય પરંતુ આ કપલની ઉંમરમાં 9 વર્ષનું અંતર છે.

Shah Jina