ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં પહોંચ્યા બોલિવુડ સેલેબ્સ, વિદેશથી આવી પ્રિયંકા ચોપરા તો શિલ્પાએ લૂંટી લાઇમલાઇટ

ઇશા અંબાણીની હોળી પાર્ટીમાં સજી સિતારોની મહેફિલ, પ્રિયંકા ચોપરાથી લઇને માધુરી દીક્ષિત સુધી….આ હસીનાઓએ વરસાવ્યો કહેર- જુઓ તસવીરો

રંગોના તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગ્લેમર જગતમાં હોળી પાર્ટી શરૂ થઇ ગઇ છે. ગઈકાલે સાંજે એટલે કે 15 માર્ચ શુક્રવારના રોજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી ઈશા અંબાણી અને બુલ્ગારીએ એન્ટિલિયામાં અર્બન હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ પાર્ટીમાં બી ટાઉનના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ સ્ટારસ્ટડેડ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા, આયુષ્માન ખુરાના, શિલ્પા શેટ્ટી, આથિયા શેટ્ટી, માધુરી દીક્ષિત અને ઓરી સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની વૈશ્વિક ઓળખ બનાવનાર પ્રિયંકાએ હોળી પાર્ટીમાં અદભૂત ડ્રેસમાં પોતાની સુંદરતા ફેલાવી હતી.બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક માધુરી દીક્ષિત પણ તેના પતિ સાથે ઈશા અંબાણી અને બુલ્ગારીની હોળી પાર્ટીમાં સામેલ થઇ હતી.

એક્ટ્રેસ આ દરમિયાન કોર્ટ અને પેન્ટમાં તો જ્યારે પતિ શ્રીરામ નેને બ્લેક કોર્ટ-પેન્ટમાં જોવા મળ્યા હતા. પોતાની સ્ટાઈલ અને સુંદરતા માટે જાણીતી આથિયા શેટ્ટી પણ તેના સ્ટનિંગ લુક સાથે પોઝ આપતી જોવા મળી હતી.

અથિયાએ પોતાની સ્ટાઈલથી પેપરાજીનું ધ્યાન પણ ખેંચ્યું હતું. એક્ટ્રેસ આ દરમિયાન ડાર્ક ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી હતી. ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટીએ પોતાના લુકથી આ પાર્ટીમાં લાઇમલાઇટ લૂંટી લીધી હતી, તેણે ગ્રીન ડ્રેસ સાથે વ્હાઇટ લોંગ જેકેટ પહેર્યું હતુ અને વાળ ખુલ્લા રાખ્યા હતા. ભાઇ, પાર્ટી હોય તો ઓરી કેમ પાછળ રહી જાય.

ઇશા-બુલ્ગારીની પાર્ટીમાં ઓરહાન અવતારમણિ ઉર્ફે ઓરી એ પણ હાજરી આપી હતી. આ દરમિયાન ઓરી બ્લેક ઓવર-સાઇટ ફુલ સ્લીવ સ્વેટશર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો. ચાહકોના દિલ પર રાજ કરનાર અદિતિ રાવ હૈદરી ઓરેન્જ સાડીમાં પાર્ટીમાં પહોંચી હતી, તે ખૂબ જ સુંદર પણ લાગી રહી હતી.

બોલીવુડના પ્રતિભાશાળી અભિનેતા અને ગાયક આયુષ્માન ખુરાનાએ પણ ઈશા અંબાણી અને બુલ્ગારીની હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ સમય દરમિયાન અભિનેતા વ્હાઇટ કોર્ટ-પેન્ટમાં પહોંચ્યો હતો અને તેનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આયુષ્માન ખુરાના હંમેશા તેના અદભૂત લુક અને આઉટફિટ્સથી ચાહકોનું દિલ જીતે છે, તેને ખૂબ પસંદ પણ કરવામાં આવે છે.

એક્ટ્રેસ શરવરી વાઘ પણ આ પાર્ટીમાં પહોંચી હતી. તેણે પાર્ટી માટે એથનિક લુક પસંદ કર્યો હતો. આ સમય દરમિયાન, અભિનેત્રીએ પલાઝો પેન્ટ સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું અને તે આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Shah Jina