મલાઇકા અરોરાથી લઇને દિશા પટની સુધી, બી-ટાઉનની હસીનાઓ પાસે છે સૌથી મોંધુ સ્પોર્ટ્સ બ્રા કલેક્શન

આપણે સપનામાં વિચારી ન શકીએ એટલી મોંઘી બ્રા પહેરે છે બોલીવુડની રુપસુંદરીઓ, જુઓ PHOTOS

આજના સમયમાં તો અભિનેત્રીઓ તેમની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખતી હોય છે. તેના માટે તેઓ ફેમસ બ્રાન્ડના ક્લોથ પહેરે છે, જે તેમને વર્કઆઉટ માટે કંફર્ટેબલ ફીલ કરાવે. બોલિવુડની ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા હોય કે દિશા પટની તેઓ તેમના જીમ લુકને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તો આજે આપણે વાત કરીશુ બી-ટાઉનની એવી અભિનેત્રીની જેમની પાસે શાનદાર કલેક્શન છે.

1.મલાઇકા અરોરા : બોલિવુડની ફિટનેસ ફ્રીક કહેવાતી મલાઇકા અરોરાની ફિટનેસના તો બધા દીવાના છે. આ ઉંમરે પણ તે યંગ અભિનેત્રીઓને માત આપે છે. મલાઇકા પાસે શાનદાર જીમ વેર કલેકશન છે.મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.

મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

2.જાહ્નવી કપૂર : બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને ભલે વધારે સમય ન થયો હોય પરંતુ તેણે ઓછા સમયમાં જ તેની એક અલગ ઓળખ બનાવી દીધી છે. જાહ્નવીને ઘણીવાર જીમ બહાર સ્પોટ કરવામાં આવે છે. તે તેની જીમની સ્ટાઇલથી લોકોને ઇંમ્પ્રેસ કરવાનો કોઇ મોકો છોડતી નથી. જાહ્નવી પાસે પણ શાનદાર જીમ વેર કલેક્શન છે.

જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે. જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

3.દિશા પટની : બોલિવુડ અભિનેત્રી દિશા પટની ફિટનેસ ફ્રીક છે. તે ઘણીવાર વર્કઆઉટની તસવીરો અને વીડિયો શેર કરતી રહેતી હોય છે, જેમાં તે સ્ટાઇલિશ વેરમાં જોવા મળે છે. દિશા પાસે ઘણુ યુનિક જીમ વેર કલેક્શન છે.

દિશા પટની તેની બોલ્ડ તસવીરો માટે પણ જાણિતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ચાહકોને દીવાના કરતી રહે છે.

4.ઇશા ગુપ્તા : બોલિવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળતી હોય, પરંતુ તે તેની ફિટનેસને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. ઇશા તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર વર્કઆઉટની તસવીરો શેર કરે છે, જેમાં જોઇ શકાય છે કે તેની પાસે પણ જીમ વેરનું સારુ એવું કલેક્શન છે.

5.નેહા શર્મા : “તુમ બિન 2” અભિનેત્રી નેહા શર્મા એખ ફિટનેસ ફ્રીક છે. તે ખૂબ જ સારા બ્રાંડના સ્પોર્ટ્સ ક્લોથ પહેરવા પસંદ કરે છે, તેની તસવીરો પરથી સ્પષ્ટ જોવા મળે છે કે તેની પાસે પણ જીમ વેરનું સ્ટાઇલિશ કલેક્શન છે.

6.આયશા શર્મા : નેહા શર્માની બહેન અને અભિનેત્રી આયશા શર્માને પણ ઘણીવાર કુલ અને સ્ટાઇલિશ જીમ વેરમાં સ્પોટ કરવામાં આવી છે. તેની પાસે જીમ વેરનું સારુ કલેક્શન છે.

Shah Jina