આ બિઝનેસ મેનની બીજી પત્ની બની દીયા મિર્ઝા, આ પહેલા 7 અભિનેત્રીઓ પણ કરી ચૂકી છે આ કામ

વાહ નસીબ…!!! આ 7 અભિનેત્રીઓને અત્યંત પૈસાદાર પતિઓ મળ્યા…જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

Image source

દીયા મિર્ઝા ફરી એકવાર દુલ્હન બની છે. દીયા બોયફ્રેન્ડ વૈભવ રાખી સાથે બીજીવાર લગ્નના બંધનમાં બંધાઇ છે. દીયા અને વૈભવ બંનેના આ બીજા લગ્ન છે. દીયા મિર્ઝાના પહેલા લગ્ન પ્રોડયુસર સાહિલ સંઘા સાથે થયા હતા. વૈભલ રાખીના પહેલા લગ્ન જાણિતી યોગા ઇંસ્ટ્રકટર સુનૈના સાથે થયા હતા. જો કે, બાદમાં તેઓ અલગ થઇ ગયા. સુનૈના અને વૈભવની એક દીકરી પણ છે.

તમને જણાવી દઇએ કે, એવી કેટલીક અભિનેત્રીઓ છે જે તેમન પતિની બીજી પત્ની બની હોય. તો આવો જાણીએ આ અભિનેત્રીઓ વિશે

1.કરીના કપૂર ખાન
સૌથી પહેલા વાત કરીએ બી-ટાઉનની સૌથી ચર્ચામાં રહેલી અભિનેત્રી કરીના કપૂર વિશે. કરીનાનું નામ ઘણા અભિનેતા સાથે જોડાઇ ચૂક્યુ છે પરંતુ તેણે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. સૈફ અલી ખાને કરીના પહેલા અભિનેત્રી અમૃતા સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો પણ છે સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન. કરીના સૈફથી 10 વર્ષ નાની છે. તેઓને એક દીકરો તૈમુર પણ છે. હવે બસ ગણતરીના દિવસોમાં કરીના તેના બીજા બાળકને પણ જન્મ આપવાની છે.

2.શિલ્પા શેટ્ટી કુંદ્રા
બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટી પણ આ લિસ્ટમાં સામેલ છે. શિલ્પાએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. રાજના આ બીજા લગ્ન હતા. શિલ્પા પહેલા તેમણે કવિતા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પા અને રાજને હાલ બે બાળકો છે. એક દીકરો વિયાન અને એક દીકરી સમીશા…

3.રવિના ટંડન
રવિના ટંડને મશહૂર ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઇએ કે, કેટલાક જ લોકો જાણે છે કે, અનિલના પહેલા લગ્ન નતાશા સિપ્પી સાથે થયા હતા. તેને તલાક આપ્યા બાદ રવિના સાથે તેમણે લગ્ન કર્યા હતા.

4.જૂહી ચાવલા
જૂહી ચાવલાએ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જય મહેતાએ પહેલા લગ્ન સુજાતા બિડલા સાથે કર્યા હતા. વર્ષ 1990માં તેમનું એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. જે બાદ 1995માં જૂહીએ જય સાથે લગ્ન કર્યા હતા.

5.કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂરે બિઝનેસ મેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેઓએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. તમને જણાવી દઇએ કે, સંજયે પહેલા નંદિતા મથાની સાથે લગ્ન કર્યા હતા અને તે બાદ તેમણે તલાક લઇને કરિશ્મા સાથે લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના 11 વર્ષ બાદ કરિશ્મા અને સંજય બંને અલગ થઇ ગયા હતા.

6.હેમા માલિની
હેમા માલિની ધર્મેંન્દ્રના બીજા પત્ની હતા. ધર્મેંદ્રએ લગભગ 19 વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. તે બાદ ફિલ્મોમાં સાથે કામ કરતા તેમનું દિલ હેમા માલિની પર આવ્યું. ધર્મેંદ્ર તેમની પત્નીને તલાક આપીને લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ પ્રકાશ કૌરે તેમને તલાક આપવા માટે ના કહી દીધું હતું. તે બાદ તેમણે ધર્મ બદલીને હેમા માલિવી સાથે લગ્ન કર્યા હતા.

7.વિદ્યા બાલન
ફિલ્મ ધ ડર્ટી પિક્ચરથી હિટ થયેલ અભિનેત્રી વિદ્યા બાલને નિર્માતા સિદ્રાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઇએ કે, આ સિદ્રાર્થના ત્રીજા લગ્ન હતા. સિદ્રાર્થ વિદ્યા પહેલા બે લગ્ન કરી ચૂક્યા હતા.

Shah Jina