મનોરંજન

આ 8 અભિનેત્રીઓના દિલ આવ્યા હતા ડિરેક્ટર પર, જાણો કોને-કોને લગ્ન કર્યા છે ડિરેક્ટર સાથે

આ ૮ બોલીવુડની સુંદરીઓને હીરો ન ગમ્યા, ડાયરેક્ટર જોડે પટી ગઈ…3 નંબરને તો વૃદ્ધ મળ્યો

ઘણીવાર ફિલ્મોમાં જોવા મળે છે કે હિરો હિરોઈનને લઇ જાય છે અને પછી હેપ્પી એન્ડિંગ થઇ જાય છે. પરંતુ વાસ્તવિક જીવનમાં એવું પણ જોવા મળ્યું છે કે હિરોઈન હીરોને છોડીને ડિરેક્ટરના પ્રેમમાં પડી હોય અને લગ્ન કર્યા હોય. આજે પણ એવી જ અભિનેત્રીઓ વિશે વાત કરીશું કે જેમને ડિરેક્ટરો સાથે લગ્ન કર્યા હોય

Image Source

1.ઉદિતા ગોસ્વામી:

પાપ અને ઝહર જેવી ફિલ્મો કરનારી ઉદિતા ગોસ્વામીએ પણ લગ્ન કરવા માટે એક ડિરેક્ટરને જ પસંદ કર્યા હતા. 9 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ, ઉદિતા અને મોહિત સુરીએ વર્ષ 2013માં લગ્ન કરી લીધા હતા.

Image Source

2.રાની મુખર્જી:

રાની મુખરજીએ યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. ઘણા વર્ષો સુધી બંનેનું અફેર ચાલ્યું પણ ક્યારેય કોઈએ આ વાત પર ખુલીને કોઈ નિવેદન આપ્યું ન હતું. પછી અચાનક એક દિવસ બંનેએ લગ્નની જાહેરાત કરીને બધાને જ અચંબામાં નાખી દીધા હતા. રાણી અને આદિત્યે ચુપચાપ ઇટાલીમાં લગ્ન કરી લીધા હતા.

Image Source

3.શ્રીદેવી:

પોતાના જમાનાની ટોચની અભિનેત્રી શ્રીદેવીએ પણ ડિરેક્ટર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બધા જ જાણે છે કે બોની કપૂર પણ શ્રીદેવીના પ્રેમમાં પાગલ હતા. શ્રીદેવી માટે તેમને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા અને પછીથી શ્રીદેવીએ બોની કપૂરના પ્રેમનો સ્વીકાર કરીને તેમની સાથે લગ્ન કર્યા હતા.

Image Source

4.સોનાલી બેન્દ્રે:

સોનાલી બેન્દ્રેએ પણ ડિરેક્ટર ગોલ્ડી બહાલ સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત 1994માં એક ફિલ્મના સેટ પર થઇ હતી. બંનેને ગોલ્ડી બહલની બહેને મળાવ્યા હતા. સોનાલીને જોતા જ પહેલી નજરમાં જ ગોલ્ડી તેના પ્રેમમાં પડી ગયા હતા. પણ તેમને 4 વર્ષ સુધી સોનાલીને કઈ જ કહ્યું ન હતું. એ પછી એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન ગોલ્ડીને એ તક મળી ગઈ કે જેના દ્વારા તેઓ સોનાલીને પોતાની હમસફર બનાવી શક્યા હતા.

Image Source

5.કિરણ જુનેજા:

મહાભારત, સ્વાભિમાન, બુનિયાદ જેવા સફળ ટીવી શો કરનાર અભિનેત્રી કિરણ જુનેજાએ ડિરેક્ટર રમેશ સિપ્પી સાથે લગ્ન કર્યા હતા. સિપ્પી પહેલાથી જ પરિણીત હતા પણ કિરણ સાથે લગ્ન કરવા માટે તેમને પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. બંનેની મુલાકાત ટીવી સો બુનિયાદ દરમ્યાન થઇ હતી અને પછી બન્ને નજીક આવ્યા હતા.

Image Source

6.સોની રાઝદાન:

અભિનેત્રી સોની રાઝદાને પણ ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. મહેશ ભટ્ટ સોની રાઝદાનના પ્રેમમાં એ રીતે પાગલ હતા કે પરિણીત હોવા છતાં પણ તેમને સોની સાથે લગ્ન કર્યા હોતા, જો કે લગ્ન માટે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા ન હતા.

Image Source

7.કલ્કી કોચલિન:

કલ્કી કોચલિને પણ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. બંને ફિલ્મ દેવ ડી દરમ્યાન એકબીજાની નજીક આવ્યા હતા. એ સમયે અનુરાગ પહેલાથી જ પરિણીત હતા પરંતુ કલ્કિ સાથે લગ્ન કરવા માટે તેમને પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. પરંતુ કલ્કી સાથે પણ તેમનો આ સંબંધ વધુ ન ટક્યો અને થોડા સમય બાદ બંને અલગ થઇ ગયા.

Image Source

8.દીપ્તિ નવલ:

પોતાના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી દીપ્તિ નવલ પર પણ એક ડિરેક્ટરનો જાદુ ચાલી ગયો હતો. તમને કદાચ ખબર નહિ હોય કે દીપ્તિ નવલે ડિરેક્ટર પ્રકાશ ઝા સાથે લગ્ન કર્યા હતા. બંનેના આ પ્રેમવિવાહ હતા પરંતુ એ લાંબો સમય ન ચાલ્યા. બંનેએ વર્ષ 2002માં છૂટાછેડા લઇ લીધા.