ચહેરા પરના તલથી જાદુ ચલાવે છે બોલિવુડની આ 9 હસીનાઓ, લિસ્ટમાં કેટરીના, આલિયાથી લઇને રેખા સુધીનું નામ સામેલ

આ 9 બૉલીવુડ અભિનેત્રીઓને એવી એવી જગ્યાએ તલ છે કે જોતા જ રહી જશો

હિન્દી સિનેમાની ઘણી સુંદર અભિનેત્રીઓએ પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચે છે. કેટલાક પોતાના વાળથી લોકોને દિવાના બનાવી દે છે તો કોઈ પોતાની સ્માઇલથી લોકોના દિલ પર રાજ કરે છે. બોલીવુડની કેટલીક ફિલ્મ અભિનેત્રીઓ એવી પણ છે જેમના કાળા તલે તેમના ચાહકોની શાંતિ છીનવી લીધી છે. આ લિસ્ટમાં અમે એ જ અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

1.કિયારા અડવાણી : કબીર સિંહની પ્રીતિ અને વિક્રમ બત્રાની ડિંપલ કિયારા અડવાણીની ડાબી ઠુડ્ડી પર એક સુંદર કાળો તલ છે. જેને અભિનેત્રી ઘણી વખત મેકઅપથી છુપાવે છે અને ઘણી વાર ફ્લોન્ટ કરે છે.

2.આલિયા ભટ્ટ : ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટના કપાળની જમણી બાજુએ વાળની ​​નીચે એક તલ છે. જેને અભિનેત્રીએ તેના ફોટોશૂટમાં ઘણી વખત ફ્લોન્ટ કર્યુ છે.

3.કેટરીના કૈફ : કેટરિના કૈફના ચહેરા પર પણ બે તલ છે, જે ધ્યાનથી જોશો તો દેખાશે. અભિનેત્રીની જમણી બાજુના હોઠ પર તલ છે.

4.ઐશ્વર્યા રાય બચ્ચન : અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના ચહેરા પર નહીં, પરંતુ ડાબા હાથ પર એક મોટો કાળો તલ છે.

5.અનુષ્કા શર્મા : અભિનેત્રી અનુષ્કા શર્માના ચહેરા પર પણ તલ છે. તેના ડાબી બાજુના ચહેરા પર જડબાની રેખા પાસે કાળો તલ છે.

6.શ્રદ્ધા કપૂર : શ્રદ્ધા કપૂરના પણ હોઠની નીચે કાળો તલ છે. જેને અભિનેત્રી ઘણી વાર ખૂબ જ પ્રેમથી બતાવે છે.

7.પરિણીતી ચોપરા : બોલિવૂડ ફિલ્મ સ્ટાર પરિણીતી ચોપરાના નાક પાસે કાળો તલ છે. જે અભિનેત્રી ઘણી વખત ફ્લોન્ટ કરે છે.

8.વૈજયંતી માળા : હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી વૈજયંતી માલાના ચહેરા પર પણ કાળો તલ છે. અભિનેત્રીના જમણા ગાલ પર કાળો તલ છે. જેની ભૂતકાળમાં ઘણી ચર્ચા થઈ હતી.

9.રેખા : બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાની સુંદરતાની ચર્ચાઓ આજે પણ થાય છે. અભિનેત્રીના ચહેરા પર કાળો તલ છે, જે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તમે તેમના હોઠ ઉપર તલ જોઈ શકો છો.

 

Shah Jina