બોલિવુડની ખૂબસુરત હસીનાઓ મેકઅપ રૂમમાં ગયા પછી આવી રીતે થાય છે તૈયાર, જુઓ તસવીરો

ફિલ્મોમાં પરી જેવી દેખાતી બોલિવુડ અભિનેત્રીઓનો મેકઅપ રૂમની તસવીરો આવી સામે, જોતા જ આંચકો લાગશે

આ વાતમાં કોઈ શંકા નથી કે ફિલ્મી દુનિયામાં ઘણી સુંદર હસીનાઓ જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો મેકઅપ ન હોત તો ફિલ્મી પડદા પર આ હસીનાએ કેવી દેખાતી અને લોકો તેમને શું કહેતા. હા, બોલિવૂડ અભિનેત્રીઓ ફિલ્મી દુનિયામાં પગ મૂકતા પહેલા જ સુંદર દેખાવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી લે છે, પરંતુ તેમ છતાં, બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ મેક-અપ રૂમમાં ગયા પછી કેવી રીતે પોતાને કવર કરે છે, આજે અમે તમને તેનાથી વાકેફ કરાવવાના છીએ. સ્વાભાવિક છે કે આ અભિનેત્રીઓને મોટા પડદા પર સુંદર દેખાડવા માટે મેકઅપ મેનને પણ ઘણી મહેનત કરવી પડે છે. કોઈપણ રીતે, દરેક સામાન્ય છોકરીને પણ મેકઅપ કરવાનું પસંદ હોય છે, તો આ અભિનેત્રીઓ કેવી રીતે પાછળ રહી શકે.

1.કેટરીના કૈફ : બોલિવૂડમાં ત્રણેય ખાન સાથે કામ કરી ચૂકેલી કેટરિના કૈફ આજે ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફમાં ક્યારેય સમાધાન કરતી નથી અને હંમેશા કામ માટે તૈયાર રહે છે.

2.દીપિકા પાદુકોણ : સુપર-કોન્ટ્રોવર્શિયલ ફિલ્મ પદ્માવતની પદ્મિની એટલે કે દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની નંબર વન હિરોઈન છે. દીપિકા હોલીવુડમાં પણ પ્રવેશી ચૂકી છે.

3.કરીના કપૂર : કરીના કપૂર બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક છે, તે એક ફેશનિસ્ટા છે. તે અવાર નવાર તેની ફેશન સેંસને કારણે અને તેની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ તસવીર કરીના કપૂરના મેકઅપ રૂમની છે.

4.ઐશ્વર્યા રાય : 90ના દાયકાની ટોચની અભિનેત્રી અને મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર ઐશ્વર્યા રાય બચ્ચને આજે પણ બોલિવૂડમાં પોતાની તાકાત જાળવી રાખી છે. તે છેલ્લે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં જોવા મળી હતી જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.

5.અનુષ્કા શર્મા : ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ ત્રણેય ખાન સાથે કામ કર્યું છે.

6.પ્રિયંકા ચોપરા : વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રિયંકા ચોપરા આજે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. અભિનેત્રી હોવા ઉપરાંત તે પ્રોડ્યુસર પણ બની ચુકી છે. પ્રિયંકાને 2016માં ભારતના માનદ પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.

7.કાજોલ : 90ના દાયકાની અન્ય એક સુપરહિટ હિરોઈન કાજોલે પણ બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. કાજોલ અને શાહરૂખની જોડી મોટા પડદા પર ઘણી વખત જોવા મળી છે અને સિનેમાના ઈતિહાસની સૌથી સફળ જોડી સાબિત થઈ છે.

8.સોનાક્ષી સિંહા : બોલિવૂડની દબંગ ગર્લ કહેવાતી સોનાક્ષી સિંહાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સલમાનની સુપરહિટ ફિલ્મ દબંગથી કરી હતી. તે પછી તેણે કયારેય પાછુ વળી જોયુ નથી.

9.સોનમ કપૂર : તમને જણાવી દઈએ કે સોનમ કપૂરને બોલિવૂડની ફેશન દિવા પણ કહેવામાં આવે છે.

10.એમી જેક્સન : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવ્યા બાદ અભિનેત્રી એમી જેક્સન ફિલ્મ સિંઘ ઈઝ બ્લિંગમાં જોવા મળી હતી જ્યાં તે બોલિવૂડના ખિલાડી કુમાર સાથે જોવા મળી હતી.

11.પરિણીતી ચોપરા : બોલિવૂડમાં પગ મૂકનાર પરિણીતી ચોપરા ખૂબ જ સુંદર અભિનેત્રી છે અને તે સંબંધમાં પ્રિયંકા ચોપરાની બહેન છે. પરિણીતી રોહિત શેટ્ટીની સુપરહિટ ફિલ્મ ગોલમાલ અગેઈનમાં ભૂતની ભૂમિકામાં જોવા મળી હતી.

12.રાની મુખર્જી : રાની મુખર્જી પણ બોલિવૂડનું જાણીતું નામ છે અને તેણે બોલિવૂડના ત્રણેય ખાન સાથે કામ કર્યું છે. યશ ચોપરાના મોટા પુત્ર સાથે લગ્ન કર્યા બાદ તે પોતાના ઘરમાં સ્થાયી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે 23 માર્ચે રાનીની ફિલ્મ હિચકી રિલીઝ થઇ હતી. તેની ફિલ્મ મર્દાની પણ બોક્સઓફિસ પર સારી રહી હતી

13.પૂનમ પાંડે : સોશિયલ મીડિયા પર પોતાના હોટ અને બોલ્ડ લુકથી આગ લગાવનાર પૂનમ પાંડે વિશે દરેક યુવા જાણે છે. પૂનમ પાંડે એક મોડલ હતી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના આગ લગાવતી તસવીરો અપલોડ કરતી રહે છે.

14.સની લિયોન : બોલીવુડની બેબી ડોલ સની લિયોન એક એવું નામ છે જે દરેક યુવકના મોં પર કોતરાયેલું છે. આજે પણ ફિલ્મોના ચાહકો સની કંઈક નવું કરે તેની રાહ જોઈ રહ્યા છે.

Shah Jina