બ્લૂ રંગના ફૂલ, ઘી અને ચોખાથી બનાવી એવી ડિશ કે રેસિપી જોઇ ઇન્ટરનેટની જનતા રહી ગઇ હેરાન
સોશિયલ મીડિયા પર લગભગ દરરોજ અલગ અલગ રેસીપી વાયરલ થાય છે, જેમાંની કેટલીક તો અજીબોગરીબ હોય છે. ત્યારે હાલમાં એક એવી રેસિપી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જે યુઝર્સ પચાવી શકતા નથી. ફૂડ બ્લોગરે બ્લૂ રંગના ઘીવાળા ભાતની રેસીપી શેર કરી છે.
પ્રતિમા પ્રધાન ઉર્ફે દકુકિંગમ્માએ તાજેતરમાં ‘બટરફ્લાય મટર ઘી રાઇસ’નો એક વીડિયો શેર કર્યો છે. જણાવી દઈએ કે ચોખાને વાદળી રંગ આપવા માટે તેમાં અપરાજિતાના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રેસીપીનો વિડિયો thecookingamma નામના હેન્ડલથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલા ફૂલોને પાણીમાં ઉકાળવામાં આવે છે અને પછી સફેદ ચોખાને વાદળી પાણીમાં ઉમેરીને રાંધવામાં આવે છે. જ્યારે ચોખા પાણી શોષી લે છે, ત્યારે મહિલા સમારેલી ડુંગળી, કાજુ, કિસમિસ અને તમાલપત્ર તેમજ ઘી ઉમેરીને ચોખાને ફ્રાય કરે છે. આ પછી ગરમાગરમ રેસીપી તૈયાર થઇ જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 15 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને 2.95 લાખથી વધુ લોકએ વીડિયોને લાઇક કર્યો છે.
આ વીડિયો પર સેંકડો યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે તો આ વાનગીનું નામ ‘અવતાર બિરયાની’ રાખી દીધુ. એકે કહ્યું, ‘આ ચમકદાર વાદળી રંગને જોઈને મારી ભૂખ મરી ગઈ છે.’ જ્યારે એકે કહ્યું, ‘જો આ ચોખા સંબંધીઓને ખવડાવશો તો તેઓ પૂછશે ઉજાલા (નીલ) નાખી દીધા ચોખામાં શું.’