ખેતરમાં ફરતા ખતરનાક સાપને પકડીને તેનો વીડિયો બનાવવા માંગતો હતો, પરંતુ સાપે ભરી લીધું બટકું, ચામડી પણ ઉખેડી નાખી… વીડિયો થયો વાયરલ

રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો, સાપ વિશે જણાવવા માટે સાપને પકડ્યો આ ભાઈએ, પણ પોતે જ બનીયુ ગયો તેનો શિકાર.. જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયામાં તમને દરેક પ્રકારનું જ્ઞાન મળી જતું હોય છે. ઘણા લોકો એવા હોય છે જે વીડિયો બનાવીને લોકોને માહિતગાર કરતા હોય છે. ઘણીવાર કેટલાક લોકો એવા પણ હોય છે કે વીડિયો બનાવના ચક્કરમાં મુસીબતોનો સામનો પણ કરી લેતા હોય છે અને તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે.

ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લોકોને સાપ વિશે માહિતગાર કરવા જતા પોતે જ સાપનો શિકાર થઇ જાય છે. સાપનો ડર દરેક વ્યક્તિને લાગે છે. સાપને જોતા જ લોકો ચીસાચીસ કરવા લગતા હોય છે અને તેનાથી દૂર રહેવાનું પંસદ કરે છે. પરંતુ ઘણા લોકો સાપને પકડવામાં પણ એક્સપર્ટ હોય છે.

હાલ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પણ એવી જ કંઈક જોવા મળી રહ્યું છે. એક વ્યક્તિ ઝાડીઓમાંથી સાપને પકડવા જાય છે. તે ખુલ્લા હાથથી જ સાપને પકડી લે છે. પરંતુ તે જ સમયે સાપ તેના હાથ પર જ બટકું ભરી લે છે. સપના દાંત તે યુવાનના હાથમાં બરાબર ઘુસી જાય છે અને યુવક તેને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

જેમ તેમ કરીને તે મહામુસીબતે સાપને છોડાવે છે, પરંતુ ત્યાં સુધી તો સાપ તેના હાથની ચામડી પણ ઉખેડી નાખે છે. સાથે જ તેના હાથમાં લોહી પણ બહાર નીકળે છે. સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને હેરાન રહી જાય છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel