ઘૂંઘટ ઉઠાવીને કન્યાએ ભરી મહેફિલમાં વરરાજાની સામે કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે આંખો ફાડી ફાડીને જોતો રહી ગયો વરરાજા, જુઓ વીડિયો

આંખોની સામે જ ઉભો હતો વરરાજા, છતાં કન્યાએ “સજના” ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ, જોતા જ રહી ગયા લોકો, જુઓ વીડિયો

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને ઘણા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે હવે સોશિયલ મીડિયા પર પણ લગ્નના વીડિયો પૂર બહારમાં વાયરલ થતા જોવા મળે છે. જેમાં લગ્નની એક પછી એક ઘટનાઓ જોવાનું લોકોને પણ ખુબ જ પસંદ આવે છે. ઘણીવાર શર્મીલી દુલ્હન, તો ઘણીવાર રૂપાળી કન્યા લોકોના દિલ જીતી લે છે. તો કેટલીકવાર લગ્નના ડાન્સ વીડિયો પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક લગ્નનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ કન્યાના ડાન્સના વખાણ કરતા થાકશો નહિ. લગ્નના જોડામાં સજ્જ આ કન્યાએ મહેમાનોની સામે જ ભરી મહેફિલમાં એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે મહેમાનો સાથે વરરાજા પણ તેને જોતા જ રહી ગયા.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં કન્યા લગ્નના જોડામાં ખુબ જ સુંદર લાગી રહી છે. લાલ અને સિલ્વર રંગના લહેંગામાં તે કોઈ અપ્સરા કરતા જરા પણ કમ નથી દેખાતી. લગ્નની અંદર મોટી સંખ્યામાં મહેમાનો પણ આવ્યા છે. વરરાજાની પણ મંડપમાં પધરામણી થઇ ગઈ છે. ત્યારે જ કન્યાની એક અલગ અંદાજમાં એન્ટ્રી થતી જોવા મળે છે.

માથે ઘૂંઘટ ઓઢીને કન્યા એન્ટ્રી લે છે અને પછી ઘૂંઘટ હટાવીને કન્યા ડાન્સ કરવાની શરૂઆત કરે છે. મખના અને સજના ગીત પર કન્યા જાણે ડાન્સ ફ્લોર પર આગ લગાવતી હોય તેમ ડાન્સ કરતી જોવા મળે છે. આ જોઈને વરરાજાનો ચેહરો પણ ખુશ થતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો દુલ્હન મેઘના ચંદવાણીએ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. 13 નવેમ્બરે જ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને 4.5 લાખ જેટલી લાઈક અને 80 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Niraj Patel