બિપાશા બાસુએ શેર કરી પોતાની લાડલી દીકરીની પહેલી ઝલક, દિલ જીતી લેશે તસવીર

43 વર્ષની મોટી ઉંમરે બની છે માતા, બિપાસા બાસુએ શેર કર્યો બેબી ગર્લ દેવીનો પહેલો ફોટો

બોલીવુડના સ્ટાર્સ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, સ્ટાર્સ ઉપરાંત સ્ટાર કિડ્સને પણ લોકો ખુબ જ પ્રેમ આપતા હોય છે અને તેમાં પણ જોઈ કોઈ સ્ટાર કપલ માતા પિતા બને ત્યારે ચાહકો તેમના સંતાનોને જોવા માટે આતુર તથા હોય છે. ગત 12 નવેમ્બરના રોજ જ એવું એક સ્ટાર કપલ માતા પિતા બન્યું હતું. બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો.

ત્યારે હવે દીકરી જન્મના આટલા દિવસ બાદ અભિનેત્રીએ પોતાની લાડલી દીકરીની એક ઝલક પોતાના ચાહકોને બતાવી છે. બિપાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે તેના પતિ અને પોતાની લાડલી દીકરી સાથે નજર આવી રહી છે. તસ્વીરમાં બિપાશા અને કરણ પોતાની લાડલી દીકરીને ટકટક જોઈ રહ્યા છે. ત્યારે આ તસવીર ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે અને તેના પર પ્રેમ પણ લૂંટાવી રહ્યા છે.

દીકરીની એક ઝલક બતાવવા ઉપરાંત બિપાશાએ ખુબ જ સરસ કેપશન પણ લખ્યું છે, તેને લખ્યું છે કે, “સ્વીટ બેબી એન્જલ બનાવવા માટેની અમારી રેસીપી… અડધો કપ તું અને અડધો કપ હું… અડધો કપ માતાના અઢળક પ્રેમ અને આશીર્વાદ… રેઈન્બોના 3 ટીપાં અને પછી ક્યૂટનેસ અને યમ્મીનેસ ટેસ્ટ પ્રમાણે.”

તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે કરણ સિંહ ગ્રોવરે દીકરીને હાથમાં પકડી છે. આ ઉપરાંત અભિનેત્રી પુત્રીને જોઈને થાકતી નથી. દંપતીની તસવીર જણાવી રહી છે કે દીકરીના જન્મ બાદ તેમના જીવનની ખુશીઓ બમણી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે દીકરીના જન્મ બાદ તેના નામનો ખુલાસો પણ તેમને સોશિયલ મીડિયા દ્વારા કર્યો હતો. તેમની દીકરીનું નામ “દેવી બસુ સિંહ ગ્રોવર” રાખવામાં આવ્યું છે. જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવ્યું છે.

Niraj Patel