સવારે સ્કૂલ અને સાંજે શુટિંગ કરે છે ઝારા વારસી : હપ્પુ કી ઉલટન પલટનમાં જોવા મળતી ચમચીના ફેન્સ છે ફ્રેન્ડ્સ કરતા પણ વધારે
ચર્ચિત સીરિયલ ‘હપ્પુ કી ઉલટન પલટન’ વર્ષ 2019થી ટીવી પર પ્રસારિત થઇ રહી છે. જેમાં યોગેશ ત્રિપાઠી, કામના પાઠક અને હિમાની શિવપુરી સહિત અનેક કલાકાર જોવા મળે છે. આ સીરિયલના કેટલાક ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ છે જે ગજબનો અભિનય કરે છે. જેમાંની એક છે ઝારા વારસી. ઝારા વારસી દૈનિક ભાસ્કરની ઓફિસમાં આવી હતી અને આ દરમિયાન તેણ તેની એક્ટિંગ અને કરિયરને લઇને વાતચીત કરી હતી. તેને જ્યારે પૂછવામાં આવ્યુ કે, તેને એક્ટિંગ લાઇનમાં રુચિ ક્યારે આવી અને કેવી રીતે આવવાનું થયુ.
તેણે કહ્યુ કે, તે જ્યારે લખનઉમાં હતી, ત્યારે ડાન્સનું ઓડિશન આપી રહી હતી અને ત્યાં એક્ટિંગનું પણ ઓડિશન આપ્યુ હતુ. તેને કેમિયો રોલ મળ્યો અને ત્યારે લાગ્યુ કે એક્ટિંગ સારી વસ્તુ છે. તે મુંબઇ આવી અને ઘણા ઓડિશન આપ્યા પછી તે તેના ગામ બરેલી ગઇ. ત્યારે લગભગ પાંચેક મહિના બાદ ફોન આવ્યો કે તેને ‘હપ્પુ કી ઉલટન પલટન’માં ચમચીનો રોલ માટે સિલેક્ટ કરવામાં આવી છે. પછી તો ચમચીનો રોલ એવો પસંદ આવ્યો કે તેનું એક્ટિંગમાં મન લાગી ગયુ.
હવે તે મુંબઇમાં રહી 25 દિવસ શોનું શુટિંગ કરે છે. તેને જ્યારે પૂછવામાં આવ્યુ કે સામાન્ય રીતે લોકો ચમચી કહે તો ખરાબ લાગે છે ? તેણે કહ્યુ કે, સેટ પર બધા તેને તેના પાત્રના નામ ચમચીથી જ બોલાવે છે. જ્યારે લોકો તેને ચમચી કહે છે ત્યારે તેને ખરાબ નથી લાગતું, રસપ્રદ લાગે છે. તેણે એવું કહ્યુ કે, સાચું કહું તો હું મારું અસલી નામ ભૂલી ગઇ છું કારણ કે સેટ પરના તમામ લોકો તેને ચમચી કહે છે. એકવાર કોઈએ તેને પૂછ્યું કે તમારું નામ શું છે ?
તો ત્યારે તેના મોઢામાંથી ચમચી નીકળી ગયુ હતુ, પણ તેને બીજી જ ક્ષણે યાદ આવ્યુ કે, તેનું નામ ઝારા છે. જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે, તે કામ, અભ્યાસ અને રમત કેવી રીતે મેનેજ કરે છે ? તો તેણે કહ્યુ કે, તેનો અભ્યાસ મુંબઈમાં ચાલે છે. તેની સવારની સ્કૂલ છે. તે પછી તે સેટ પર પુસ્તકો વગેરે લઈ જાય છે. શૂટિંગ પછી જયારે તેને બ્રેક મળે ત્યારે તે અભ્યાસ કરે છે. તે કહે છે કે, તેના શિક્ષકને ચિંતા છે કે કામની સાથે હોમવર્ક તે કેવી રીતે પૂરું કરશે. તે તેના ટીચરને કહે છે કે મેમ ! તમે ચિંતા ન કરો.
પુસ્તકો લઇને તે સેટ પર જશે અને ત્યાંથી મેનેજ કરશે. જ્યારે દૈનિક ભાસ્કરની ટીમ દ્વારા તેને પૂછવામાં આવ્યુ કે, જ્યારે બાળકો તને ટીવી પર જુએ છે ત્યારે શું કહે છે ? તો તેણે કહ્યુ કે, દિવાળીની રજામાં જયારે તે ગામ ગઇ હતી ત્યારે મારી તેની નાની ભત્રીજી કહેવા લાગી કે હવે તો તમે ટીવીમાં હતા, પાસે કેવી રીતે આવી ગયા. તે એવું વિચારે છે કે હું ટીવીમાંથી બહાર આવી છું. તે કહે છે કે, સ્કૂલમાં તેના કોઈ ખાસ મિત્રો નથી. પરંતુ જ્યારે તે વોશરૂમમાં જાય છે ત્યારે લોકો કહે છે કે તમે હપ્પુ કી ઉલટન પલટનની ચમચી છો ને.
આ ઉપરાંત તેને એવો સવાલ કરવામાં આવ્યો કે, આ મહિને બાળ દિવસ હતો. શું સેટ પર પણ ઉજવણી કરવામાં આવી હતી? તો તેણે કહ્યુ- સેલિબ્રેશન તો ન કર્યુ પણ નવું વાયોલિન ખરીદ્યું. ઘણા કલાકારોને તે વાયોલિન વગાડતા જુએ છે. તે સાંભળવામાં સારુ લાગે છે. હમણા જ તે ખરીદ્યું. વાસ્તવમાં, ઘણા સમયથી પિતા સાથે વાયોલિન ખરીદવાની વાત કરી રહી હતી, પરંતુ તેઓ કહી રહ્યા હતા કે તેઓ તેને ચિલ્ડ્રન્સ ડે પર લઇ આપશે. તેણે કહ્યું- હવે ચિલ્ડ્રન્સ ડે આવી ગયો, તો તે પ્રસંગે પિતા તરફથી ભેટ તરીકે વાયોલિન મળ્યું. હવે તે વાયોલિન વગાડતા શીખી રહી છે.