ગર્લફ્રેન્ડ સામે રોલા પાડવા માટે બોયફ્રેન્ડ બાઈક પર આવીને કરી રહ્યો હતો સ્ટન્ટ, ત્યારે જ થયું એવું કે આખો ખેલ બગડી ગયો, જુઓ વીડિયો

બાઈક લઈને પ્રેમિકા સામે કલર મારવા ગયો આ જુવાનિયો પ્રેમી, પણ અચાનક જ થયું એવું કે થઇ ગયો ઈજ્જતનો કચરો … જુઓ વીડિયો

આજે જમાનો દેખાદેખીનો વધારે છે. તમે ઘણા લોકોને જોયા હશે જે દુનિયાની સામે એવો દેખાડો કરતા હોય છે કે જાણે તે એમાં પારંગત હોય. ઘણા પ્રેમીઓ પણ પોતાની પ્રેમિકા આગળ કલર મારવા જતા હોય છે. ઘણા યુવાનો સ્ટન્ટ પણ કરતા હોય છે પરંતુ ઘણીવાર આવા સ્ટન્ટ તેમના માટે ભારે પડી જતા હોય છે.

હાલ આવા જ એક સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પ્રેમી તેની પ્રેમિકા સાથે બાઈક લઈને સ્ટન્ટ કરવા માટે ગયો પરંતુ અચાનક જ એવું થયું કે તેનો આખો બન્યો બનાવ્યો ખેલ બગડી ગયો અને પછી જોવા જેવી થઇ ગઈ. આ ઘટનાનો વીડિયો જોઈને લોકો પણ પણ હેરાન રહી ગયા હતા.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તાની વચ્ચે એક છોકરી ઉભી છે. અચાનક એક બાઇકર મોટરસાઇકલ ચલાવતો તેની નજીક આવે છે અને પ્રભાવિત કરવા માટે તેના પગની આગળની બ્રેક એટલી જોરથી મારે છે કે બાઇકનું પાછળનું વ્હીલ હવામાં ઊંચું થઇ જાય છે. પરંતુ આ વ્યક્તિ બાઇક સાચવી નથી શકતો અને બાઇક તેનું સંતુલન ગુમાવી બેસે છે અને છોકરો બાઇક સાથે જમીન પર પડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Guri Bro (@reactionboy_guri_)

આ રીતે, તે છોકરીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતી વખતે પોતાનું નુકસાન કરે છે. આ યુવકે આવા સ્ટન્ટ કરવાના ચક્કરમાં છોકરીને ઈમ્પ્રેસ કરી કે નહિ તે ખબર નથી પરંતુ પોતાની ઈજ્જતનો કચરો ચોક્કસ કરાવી લીધો છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આવા સ્ટન્ટ ક્યારેક જીવલેણ બની શકે છે, ગુજ્જુરોક્સ આવા વીડિયોને સમર્થન નથી આપતું.

Niraj Patel