હાઇવે પર આગળ જતી ટ્રકમાંથી તાડપત્રી ઉડીને સીધી જ બાઈક સવારના મોઢા પર પડી, પછી થયું એવું કે.. જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

કાચા પોચા હૃદયવાળા આ વીડિયો ભૂલથી પણ ના જોતા… ટ્રકમાંથી ઉડેલી તાડપત્રી સીધી જ બાઈક સવારના મોઢા પર પડતા જ સર્જાયો એવો અકસમાત કે… જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

bike and truck accident : ગુજરાત સમેત દેશ અને દુનિયામાં અકસ્માત (accident) ની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહેતી હોય છે. રોડ પર બનેલી નાની અમથી લાપરવાહી કોઈના જીવ જવાનું કારણ પણ બની શકે છે. ત્યારે ઇન્ટરનેટ પર પણ આવા ઘણા અકસ્માતના વીડિયો વાયરલ (accident viral video) થતા હોય છે. જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય.

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એવો જ એક રૂંવાડા ઉભા કરી દેનારો અકસ્માત જોવા મળી રહ્યો છે. આ હ્રદયસ્પર્શી અકસ્માતમાં એક ભૂલને કારણે બાઇક સવાર સીધા ટ્રકની નીચે આવી શક્યો હોત, પરંતુ તેનું સારું નસીબ કહો કે તેનો જીવ બચી ગયો. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો મોટો હોઈ શકે છે.

વીડિયોની શરૂઆતમાં એક ઝડપી ટ્રક હાઈવે પર જઈ રહી છે, તે દરમિયાન તેના પર ઢાંકેલી તાડપત્રી હવામાં ઉડીને પાછળથી આવતા બાઇક સવારની ઉપર જ લપેટાઈ જાય છે, જેના કારણે તેનું સંતુલન બગડી જાય છે અને તે અકસ્માતનો શિકાર બની જાય છે. આ ખતરનાક અકસ્માતમાં બાઇક સવારનો જીવ બચી ગયો તે સારી વાત છે.

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @1000waystod1e હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વર્ષે 2 મેના રોજ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 459.1K વ્યૂઝ મળી ચૂક્યા છે, માત્ર 15 સેકન્ડનો આ વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel