કોઇને તમારા શબ્દોથી ફરક નથી પડતો…ભુવનેશ્વર કુમારના બચાવમાં આવી પત્ની નૂપુર, ટ્રોલર્સની લગાવી ક્લાસ

‘આજકાલ લોકો એકદમ નાકારા થઇ ગયા છે’ ભુવનેશ્વર કુમરાના સપોર્ટમાં બોલી પત્ની નૂપુર નાગર

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આ દિવસોમાં ટીકાકારો અને ટ્રોલર્સના નિશાના પર છે. એશિયા કપમાં પહેલા પાકિસ્તાન અને શ્રીલંકા વિરૂદ્ધ તેની 19મી ઓવર ભારત માટે મોંઘી સાબિત થઈ અને હવે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. ભુવી અને 19મી ઓવર વચ્ચેનો સંબંધ એવો બની ગયો છે, જે ટીમ ઈન્ડિયા પર ભારે પડી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ‘ડેથ ઓવર’નો નિષ્ણાત બોલર માનવામાં આવે છે. ભુવીએ ઘણા પ્રસંગોએ આ સાબિત પણ કર્યું છે.

પરંતુ તાજેતરમાં આ ‘સ્વિંગ કે સુલતાન’નું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ભુવીએ ઓસ્ટ્રેલિયા સામે મોહાલી T20 (IND vs AUS)માં તેની ચાર ઓવરમાં 52 રન આપ્યા અને તેને કોઈ વિકેટ પણ ન મળી. આ મેચની 19મી ઓવરમાં તે ઘણો મોંઘો સાબિત થયો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ પછી ભુવનેશ્વરની પત્ની નુપુર નાગરે ટ્રોલર્સને ઘણી ખરી ખોટી સંભળાવી છે. નુપુરે ટીકાકારોને જડબાતોડ જવાબ આપતા ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું- લોકોનો ઘણો સમય વેડફાય છે.

લોકો સાવ નાકારા બની ગયા છે. લોકો પાસે નફરત ફેલાવવા સિવાય કોઈ કામ બચ્યું નથી. આ સિવાય નુપુરે આ ટીકાકારોને પોતાને સુધારવા માટે આ સમય કાઢવાની સલાહ આપી હતી. નૂપુરે લખ્યું, ‘લોકો આજે સંપૂર્ણ રીતે નાકારા બની ગયા છે. તેમની પાસે કોઈ કામ નથી. લોકો એટલા ફ્રી છે કે તેમની પાસે નફરત ફેલાવવા માટે ઘણો સમય છે. મારી દરેકને સલાહ છે કે તમારી વાતની કોઈને પરવા નથી.

તમે કોણ છો તેનાથી કોઈ ફરક પડતો નથી. તેથી તમારે તમારી જાતને સુધારવા માટે આ સમય કાઢવો જોઈએ. જો કે, આનો અવકાશ (સારા બનવાનો) ઘણો ઓછો છે.ભુવીએ મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચની 19મી ઓવરમાં 16 રન ખર્ચ્યા હતા. ભુવીએ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપની સુપર ફોરની મેચમાં માત્ર 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. ભુવીને ટીકાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે સળંગ બે મેચોમાં ડેથ ઓવરોમાં અપેક્ષા કરતા વધુ રન આપ્યા હતા.

Shah Jina