આર્યન ખાનની ધરપકડ પર પહેલીવાર બોલી મમ્મી ગોરી, કરણના શોમાં કર્યો ખુલાસો
શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પુત્ર આર્યન ખાન ગયા વર્ષે ઘણો ચર્ચામાં હતો. આર્યનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના ડ્ગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2021માં આર્યનની ધરપકડ બાદ મોટો વિવાદ ઉભો થયો હતો. કોર્ટમાં ઘણી સુનાવણી થઈ અને આર્યન ખાનને ઘણી મુશ્કેલીઓ બાદ જામીન મળ્યા હતા. આ દરમિયાન શાહરૂખનો પરિવાર ઘણો પરેશાન રહ્યો. જો કે, હવે આ કેસમાં આર્યન વિરૂદ્ધ પુરાવા ન મળતા તેને ક્લીનચીટ મળી ગઇ છે. ત્યારે હવે પહેલીવાર આર્યનની માતા ગૌરી ખાને આ વિશે વાત કરી છે.
ગૌરી ખાન કરણ જોહરના શો કોફી વિથ કરણ 7ના નવા એપિસોડમાં પહોંચી હતી. અહીં તેની સાથે ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે અને સંજય કપૂરની પત્ની મહિપ કપૂર પણ હતી. બંને નેટફ્લિક્સ શો ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સમાં જોવા મળ્યા છે. શોના હોસ્ટ કરણ જોહરે આર્યન ખાનનું નામ લીધા વગર તેના વિવાદાસ્પદ કેસ વિશે વાત કરી હતી. કરણ જોહરે કહ્યું- ‘તમારા માટે માત્ર પ્રોફેશનલી જ નહીં પરંતુ પરિવારના સભ્ય તરીકે પણ આ મુશ્કેલ સમય રહ્યો છે. તમે બધા આમાંથી એક પરિવાર તરીકે ખૂબ મજબૂત રીતે બહાર આવ્યા છો. હું જાણું છું કે તે સરળ નથી.
હું તમને એક માતા તરીકે ઓળખું છું અને આપણે બધા એક જ પરિવારના સભ્યો છીએ. મને લાગે છે કે હું પણ તમારા બાળકોનો ગોડ પેરન્ટ છું. તે આસાન નહોતું પણ ગૌરી, મેં જોયું છે કે તમે વધુ મજબૂત થઇને બહાર નીકળ્યા છો. જ્યારે પરિવારો આના જેવા કંઈકમાંથી પસાર થાય છે ત્યારે મુશ્કેલ સમયને હેન્ડલ કરવાની તમારી રીત વિશે તમારું શું કહેવું છે ?’ આના પર ગૌરી ખાને જવાબ આપ્યો, ‘હા, એક પરિવાર તરીકે અમે આમાંથી પસાર થયા છીએ… મને લાગે છે કે એક માતા તરીકે, એક માતા-પિતા તરીકે અમે જે કંઈપણમાંથી પસાર થયા છીએ, તેનાથી ખરાબ કંઈ હોઈ શકે નહીં.
પરંતુ આજે જ્યાં અમે એક પરિવાર તરીકે ઊભા છીએ, હું કહી શકું છું કે અમે સારી જગ્યાએ છીએ. જ્યાં અમે બધા દ્વારા પ્રેમ અનુભવીએ છીએ. અમને એકબીજા તરફથી મળતા પ્રેમનો અનુભવ થાય છે. અમારા મિત્રો, અને ઘણા બધા લોકો જેમને અમે જાણતા નથી, અમને ઘણા બધા સંદેશા અને ઘણો પ્રેમ મળ્યો. અમે આ સાથે ભાગ્યશાળી અનુભવીએ છીએ. હું દરેક વ્યક્તિનો આભારી છું જેણે અમને મદદ કરી.” આર્યન ખાનને ડ્ગ્સ કેસમાં ધરપકડ બાદ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને આર્થર રોડ જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો.
View this post on Instagram