તારક મહેતા… શો છોડી હવે આ કામ કરવા લાગ્યો છે જૂનો ટપ્પુ, 9 વર્ષ સુધી જ કર્યુ હતુ કામ

9 વર્ષથી સતત દિલ જીતતા જુના ટપ્પુ હાલમાં શું કરી રહ્યા છે? જુઓ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો” છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. થોડા સમય પહેલા આ શોએ તેના 3 હજાર એપિસોડ પુરા કર્યા હતા. આ શોમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક બદલાવ આવ્યા છે, શોના કેટલાક કલાકારો શો છોડી ચૂક્યા છે અને તેમની જગ્યાએ કોઇ નવા પાત્રોએ જગ્યા લીધી છે અને તેઓ દર્શકોનું દિલ જીતવામાં સફળ પણ રહ્યા છે.

શોમાં જેઠાલાલ ચંપકલાલ ગડાના દીકરા ટપ્પુનું પાત્ર નિભાવતા ભવ્ય ગાંધીએ આ શોમાં 9 વર્ષ સુધી કામ કર્યુ હતુ અને તે બાદ શો છોડી દીધો હતો. ચાહકોના દિલમાં ભવ્ય ગાંધીએ ખાસ જગ્યા બનાવી લીધી હતી.

ટપ્પુનું પાત્ર નિભાવનાર ભવ્ય ગાંધીને આજે કોણ નથી જાણતુ, તેને કોઇ ઓળખની જરૂર નથી. આજે પણ તેને ચાહકો યાદ કરે છે અને શોમાં તેના વાળ ઉડાવવાની સ્ટાઇલ પણ લોકોને યાદ છે. આજે અમે તમને જણાવીશુ ભવ્ય ગાંધીની કેટલીક વાતો…

એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે મશહૂર ભવ્ય ગાંધીએ શોમાં દર્શકોનું ઘણુ મનોરંજન કર્યુ છે. તેણે તેના અભિનયથી બધાનું દિલ જીતી લીધુ હતુ. તેણે શોમાં 9 વર્ષ સુધી કામ કર્યુ. પરંતુ તે બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય કર્યો.

ભવ્યએ આ શો તેના કરિયરના પીક પર આવ્યા બાદ છોડ્યો. આટલા લાંબા સમય સુુધી કોઇ પાત્રને પોતાનામાં ઢળી દેવુ એ ઘણી મોટી વાત છે. અચાનક તેના આ શો છોડવાથી ચાહકો થોડા નારાજ થયા હતા.

જયારે તેમણે ગુજરાતી ફિલ્મોની ઘોષણા કરી તો આ બધા માટે કોઇ સરપ્રાઇઝથી ઓછુ ન હતુ. તમને જણાવી દઇએ કે, ભવ્યએ “પપ્પા તમને નહિ સમજાય” અને “બઉ ના વિચાર” જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. બંને ફિલ્મોને ગુજરાતમાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

ભવ્યએ વર્ષ 2017માં શોને અલવિદા કહી દીધુ હતુુ. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શોના પ્રોડ્યુસર અસિત મોદીએ તેમના પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે તેેમને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

જો કે, એક ઇન્ટરવ્યુમાં ભવ્યએ કહ્યુ હતુ કે તેમણે શો એટલા માટે છોડ્યો કારણ કે તે પોતાને વધુ એક્સપ્લોર કરવા ઇચ્છતા હતા. તેણે જણાવ્યુ કે, શોમાં હું એક રીતનુ કામ કરી રહ્યો હતો જે ઘણુ નીરસ થઇ ગયુ હતુ.હું સતત સેટ પર જઇ રહ્યો હતો, આ કરી રહ્યો હતો, તે કરી રહ્યો હતો અને પછી પેકઅપ. હું મારી લાઇફમાં આગળ કંઇક વધારે કરવા માંગતો, વધારે સમજવા માંગતો અને તેના માટે મેં આ શો છોડી દીધો.

ઉલ્લેખનીય છે કે, ભવ્ય ગાંધીએ છેલ્લા વર્ષે ધારાવાહિક “શાદી કે સિયાપે”માં નાના પડદા પર વાપસી કરી હતી પરંતુ તે ધારાવાહિકને વધારે પસંદ કરવામાં આવી ન હતી. આ સમયે ભવ્ય તેનું પૂરુ ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ લગાવી રહ્યા છે.

ભવ્ય ગાંધી બાદ હાલ શોમાં ટપ્પુનુ પાત્ર રાજ અનાદકટ નીભાવી રહ્યા છે. તેમણે ઘણા ઓછા સમયમાં ચાહકોને ઇમ્પ્રેસ કરી દીધા. તેમના ચાહકોની લિસ્ટ લાંબી છે. તે સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.

લોકડાઉનને કારણે ભવ્ય શુટિંગથી બ્રેક લઇને ઘરે પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે, તે જલ્દી જ અપકમિંગ પ્રોજેક્ટ્સની ઘોષણા કરશે.

Shah Jina