ખબર

માતાના નિધન બાદ પુત્ર ન સહન કરી શક્યો આ દુ:ખ, પુત્રનું પણ થયુ નિધન અને તેની પત્ની તેમજ દીકરીએ કર્યો અંતિમ સંસ્કાર

રાજયમાં કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે અને તેને કારણે સરકાર દ્વારા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. સરકાર પણ કોરોનાની આ બીજી ઘાતક લહેરથી પરેશાન છે. આ બધા વચ્ચે ઘણી જગ્યાએ ઓક્સિજન અને બેડની અછત પણ સર્જાઇ રહી છે અને આ લહેરમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે.


ભાવનગર શહેરમાં માતાનું ટૂંકી બીમારી બાદ મૃત્યુ થતાં પુત્રએ પણ અનંતની વાટ પકડી હતી. આ સમગ્ર ઘટનાને લઇ પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતું, પરંતુ પત્ની અને પુત્રી મક્કમ બની પિતાના અંતિમસંસ્કાર કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ભાવનગર શહેરના હિલડ્રાઇવ ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતાં ઇન્દિરાબેન મણિયાર શહેરની વિશુદ્ધાનંદ શાળામાં પ્રિન્સિપાલપદેથી નિવૃત્ત થયાં હતાં. દરમિયાન ઇન્દિરાબેનનું ટૂંકી બીમારી બાદ ત્રણ દિવસ પહેલાં જ નિધન થયું હતું.

Image source

ભાવનગર શહેરના ખ્યાતનામ ઓપ્ટિશિયન નિલેશભાઈ મણિયાર પોતાની માતાની અંતિમવિધિ પૂર્ણ કરી વિરહમાં ગરકાવ થઇ ગયા હતા. માતાના મૃત્યુના બે દિવસ બાદ નિલેશભાઈ મણિયારને હૃદયરોગનો હુમલો આવતાં ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. સૌજન્ય : દિવ્ય ભાસ્કર