ભારતી સિંહ દીકરા ગોલા સાથે મુંબઇ એરપોર્ટ પર થઇ સ્પોટ, લક્ષની ક્યુટનેસ અને સ્માઇલે જીત્યુ બધાનું દિલ- જુઓ વીડિયો

ક્યૂટ રાજકુમાર જેવા દીકરા સાથે એરપોર્ટ પર દેખાઈ ભારતી, ફોટોગ્રાફર્સ સામે હસતો રહ્યો ‘ગોલા’

ટીવીની લાફ્ટર ક્વીન ભારતી સિંહ તેના દીકરા ગોલા ઉર્ફે લક્ષને ઘણો પ્રેમ કરે છે. જ્યારથી લક્ષનો જન્મ થયો છે, ત્યારથી ભારતીનો અંદાજ એકદમ બદલાઇ ગયો છે. કોમેડિયનને ઘણીવાર દીકરા સાથે સમય વીતાવતા જોવામાં આવે છે. એવામાં હાલમાં ભારતી અને ગોલા મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. અહીં ભારતીએ જણાવ્યુ કે, લક્ષ તેની નાનીના ઘરેથી પાછો આવી ગયો છે. આ અવસર પર બાળકને મળવા તેના મામા પણ પહોંચ્યા હતા. હવે તમે વિચારી રહ્યા હશો કે ગોલાના મામા કોણ છે,

તો તમને જણાવી દઇએ કે, કોમેડિયન પેપરાજીને તેના બાળકના મામા કહે છે. લક્ષના જન્મ પહેલા જ ભારતીએ પેપરાજીને પોતાના બાળકના મામા બનાવી દીધા હતા. હવે ફોટોગ્રાફરે ભારતી અને ગોલા સામે જ પોતાને મામા કહેવાનું શરૂ કરી દીધું છે. જ્યારે પેપરાજીઓએ ભારતી અને લક્ષને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કર્યા ત્યારે તેઓ પોતાને લક્ષના મામા કહેવા લાગ્યા. આ ક્ષણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વીડિયોમાં લક્ષ તેની નાની નાની આંખોથી લોકોને જોઈ રહ્યો છે.

ભારતી મજાકમાં કહે છે કે લક્ષને તેના નાનીનાન ઘરેથી મચ્છર લઇ જવાના હતા, પરંતુ તે પહેલા તેણે ફ્લાઈટ બુક કરાવી અને પાછી આવી ગઇ. ભારતીનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. કેટલાક યુઝર્સે વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘આ આપણા દેશની સુંદરતા છે, તમે આપોઆપ મામા બની જાઓ છો.’ બીજાએ લખ્યું, ‘આ બધા બાળકો સાથે થાય છે. નાનીનું ઘર પણ મચ્છરોને બહુ ગમે છે.

બીજાએ લખ્યું, ‘કેટલુ ક્યૂટ અને ગોલુ-મોલુ લક્ષ છે.’ ભારતી સિંહના પુત્ર લક્ષ્યનો જન્મ 3 એપ્રિલ 2022ના રોજ થયો હતો. ભારતી અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા તેમના પુત્રના જન્મથી ખૂબ જ ખુશ હતા. ભારતી ડિલિવરીના થોડા દિવસો પછી જ કામ પર પાછી આવી ગઇ હતી. આ વાતને લઈને તે ઘણી ચર્ચામાં રહી હતી. ભારતીએ કહ્યું કે તેનું બાળક તેના કામની વચ્ચે એકલું નથી, પરંતુ તેનો આખો પરિવાર તેની સંભાળ રાખવા માટે ઘરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina