મનોરંજન

ગોલા સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ ભારતી સિંહ ! સૂઇ રહેલા લક્ષની ક્યુટનેસે જીત્યુ ચાહકોનું દિલ- જુઓ તસવીરો

ભારતીના ગોલા જેવો ક્યૂટ તો કરિનાનો તૈમુર અને જહાંગીર પણ નથી, તસવીરો જોઈને ફિદા થઇ જશો

લાફ્ટર ક્વીન ભારતી સિંહ માં બન્યા બાદ ઘણી ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેના લાડલા ગોલા સાથે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ વચ્ચે બુધવારે ભારતીને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, જ્યાં તે ગોલા સાથે જોવા મળી હતી. આ દરમિયાન કોમેડિયને પેપરાજી સાથે ખૂબ મસ્તી કરી હતી. ભારતીની કેટલીક તસવીરો સામે આવી છે, જે ઘણી વાયરલ થઇ રહી છે.

સામે આવેલી તસવીરોમાં ભારતી તેના દીકરા ગોલા એટલે કે લક્ષ લિમ્બાચિયા સાથે એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો અને વાળમાં બન કેરી કર્યો હતો. તે કેઝ્યુઅલ લુકમાં એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. ત્યાં તેનો દીકરો બેબી સ્ટ્રોલરમાં સૂતો હતો. તે તેના લાડલાનો ચહેરો બતાવતા પોઝ આપી રહી હતી.

ઘણા દિવસો બાદ ગોલાને જોવા પર ચાહકો ઘણા ખુશ છે. ગોવામાં 3 ડિસેમ્બર 2017ના રોજ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કરનાર ભારતી સિંહના પુત્રનો જન્મ 3 એપ્રિલ 2022ના રોજ થયો હતો. ભારતી એક વર્કિંગ વુમન અને કેરિંગ માતા છે, તેણે આખી ગર્ભાવસ્થા દરમિયાન કામ કરવાનું બંધ કર્યું નહોતુ. ભારતી સિંહે ડિલિવરીના છેલ્લા દિવસ સુધી શૂટિંગ કર્યું હતું.

તાજેતરમાં જ ભારતી સિંહે તેના પુત્રના અન્નપ્રાશન સમારોહનું આયોજન કર્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પુત્રના જન્મ બાદ ભારતી સિંહ માતૃત્વનો ઘણો આનંદ માણી રહી છે. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા તેમની પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે

જેના પર તેઓ તેમના ચાહકો સાથે તેમના અંગત જીવનની ઝલક શેર કરતા રહે છે. ભારતી સિંહ આ દિવસોમાં ઘણા ટીવી શોનો હિસ્સો છે અને સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by pressnews tv (@pressnewstv)