કેવા આલીશાન ઘરમાં રહે છે જ્હાન્વી કપૂર અને તેનો પરિવાર, મમ્મી શ્રીદેવીએ ખરીદેલું પહેલું ઘર, જુઓ વીડિયો

જાહ્નવીએ ખોલ્યુ તેનું બાથરૂમ સીક્રેટ, પોતે જણાવ્યુ તેના બાથરૂમમાં ઘણા વર્ષો સુધી કેમ ના લગાવ્યુ લોક

આજે પણ લોકો બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીને તેની એક્ટિંગ અને સુંદરતા માટે યાદ કરે છે. વર્ષ 2018માં દિવંગત અભિનેત્રીની મોટી દીકરી જાહ્નવી કપૂરે બોલિવુડમાં ફિલ્મ ધડકથી ડેબ્યુ કર્યુ હતુ. જાહ્નવીને જોઈને ચાહકો શ્રીદેવીને ઘણુ મિસ કરે છે. હાલમાં જ જાહ્નવી કપૂરે ચાહકોને શ્રીદેવીના પહેલા ઘરની ઝલક આપી હતી જે દિવંગત અભિનેત્રીએ ખરીદ્યું હતું અને શણગાર્યું હતું. જાહ્નવીએ જણાવ્યું કે જ્યારે તેની માતાએ આ ઘર ખરીદ્યું ત્યારે આ ઘર ઘણું અલગ હતું.

જાહ્નવીએ ખુલાસો કર્યો કે લગ્ન બાદ તેની માતા શ્રીદેવીએ આ ઘરને સજાવ્યું હતું. તેણે આ ઘરમાં દુનિયાભરમાં ફર્યા બાદ ભેગી કરેલી વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય જાહ્નવી કપૂરે એ પણ ખુલાસો કર્યો કે આજે પણ તેના બેડરૂમના બાથરૂમમાં લોક નથી. જાહ્નવી કપૂરે વોગ ઇન્ડિયા સાથે તેના ઘરની મુલાકાત લીધી. આ વીડિયોમાં જાહ્નવીએ બતાવ્યું કે તેની માતાએ ખરીદેલું આ પહેલું ઘર કેટલું સુંદર છે.

આ ઘરના એક રૂમમાં બેસીને બોની કપૂર પણ પોતાનું કામ કરતા જોવા મળ્યા હતા. જાહ્નવીએ કહ્યું કે માતાના નિધન બાદ આ ઘરને ફરીથી બનાવવામાં આવ્યું, જેથી ઘરના લોકો ત્યાં એકઠા થઈ શકે અને તેમને યાદ કરી શકે. જાહ્નવી આ વીડિયોમાં કહી રહી છે કે તેને આ ઘર પસંદ છે કારણ કે ઘણી જૂની યાદો સિવાય અમારી સાથે કંઈક નવું પણ જોડાયેલું છે. જાહ્નવીએ કહ્યું, ‘આ ઘર સાથે નાની નાની યાદો જોડાયેલી છે, જેમ કે મારા રૂમમાં જે બાથરૂમ છે તેને લોક નથી.

કારણ કે મને યાદ છે કે મારી માતા મારા બાથરૂમને લોક મારતા ડરતી હતી. તેને ડર હતો કે હું બાથરૂમમાં જઈશ અને મારા બોયફ્રેન્ડ સાથે વાત કરીશ. તેથી મને મારા બાથરૂમને લોક મારવા દેવામાં આવતુ નહોતુ. જાહ્નવીએ આ દરમિયાન ઘરની અંદરનો તેનો મનપસંદ કોર્નર, ઘરની અંદરની સજાવટ, પેઇન્ટિંગ્સ અને આર્ટ વર્ક બતાવ્યું. શ્રીદેવી અને જાહ્નવીએ બનાવેલા પેઈન્ટિંગ્સ પણ ઘરમાં છે.

જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની ફિલ્મ ‘મિલી’ 4 નવેમ્બરે રિલીઝ થઈ હતી, જેમાં સની કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં હતો. આગામી સમયમાં અભિનેત્રી વરુણ ધવન સાથે નિતેશ તિવારીની ‘બાવલા’માં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે. આ સિવાય જાહ્નવી પાસે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ છે, જેમાં તે એક ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ લીડ રોલમાં છે.

Shah Jina