ઉર્ફીએ બ્રા પહેરવાની જગ્યાએ લટકાવ્યા મોબાઇલ, યુઝર બોલ્યો- આને ભારતની બહાર ફેંકો કોઇ, જુઓ વીડિયો

ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ અને અજીબોગરીબ આઉટફિટને લઇને લગભગ દરરોજ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ ક્યારેક સિમ કાર્ડથી તો ક્યારેક બ્લેડથી બનાવેલ ડ્રેસ પહેરી લોકોના હોંશ ઉડાવી દે છે. આ સિવાય તે સેફ્ટી પિન, વાયર, કોથળો, રસ્સી, કાચ સહિત અનેક આઉટફિટ બનાવી કારનામા કરી ચૂકી છે. પરંતુ આ વખતે તો ઉર્ફીએ હદ જ કરી દીધી.

 

View this post on Instagram

 

A post shared by GLAMSHAM.COM (@glamsham)

ઉર્ફી જાવેદ આ વખતે તેના શરીર પર કોઇ કપડા કે અન્ય વસ્તુની જગ્યાએ ચાર્જર સાથે મોબાઇલ ફોન લટકાવી આવી ગઇ. ઉર્ફીના આ અતરંગી આઉટફિટનો વીડિયો તેણે પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેના શરીર પર બે ફોન લટકેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ઉર્ફી બ્લૂ કોટ પહેરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by JKNews Delhi (@jk24x7news)

ગ્લેમર ગર્લ બ્લુ બ્લેઝર અને પેન્ટ સાથે મોબાઈલ અને ચાર્જરના વાયરથી બનેલી બિકી પહેરેલી જોવા મળી રહી છે. ઉર્ફીએ મિડલ પાર્ટેડ હેર બન બનાવીને લુકને ફોર્મલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. મિનિમલ મેક-અપ સાથે કમ્પ્લીટ ઉર્ફીનો આ લુક જોઈને લોકોના મગજના તાર હલી ગયા છે. અભિનેત્રીનો આ લુક ટોક ઓફ ધ ટાઉન બનેલો છે. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે- ફુલ્લી ચાર્જ્ડ.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો ઉર્ફી જાવેદને આ આઉટફિટ માટે જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક્ટ્રેસના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “હવે આ કેવી પાગલ વ્યક્તિ છે, તે બહુ આગળ વધી ગઇ છે.” તો ત્યાં બીજા યુઝરે લખ્યું, “મારો ફોન પણ ચાર્જ કરો, ઉર્ફી દીદી.” અન્ય યુઝરે લખ્યું કે, શું તમે મને તમારો મોબાઈલ આપી શકો છો ઉર્ફી દીદી.એકે તો એવું પણ લખી દીધુ કે, ભારતની બહાર ફેંકો આને.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

જણાવી દઇએ કે, ટીવી અભિનેત્રી ઉર્ફી બિગ બોસ ઓટીટીની પ્રથમ સિઝનનો ભાગ બની હતી, જો કે બિગ બોસના ઘરમાં અભિનેત્રીની સફર ઘણી ટૂંકી હતી, પરંતુ આ દરમિયાન તેણે લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા. આજકાલ ઉર્ફી જાવેદ ફેશન આઇકોન તરીકે પ્રખ્યાત છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Shah Jina