કિંજલ દવેએ લક્ઝુરિયસ મર્સીડીઝ લીધા બાદ હવે તેના પિતાએ લીધી એક શાનદાર કાર, તસવીરો શેર કરીને કરી દીધી આ મોટી વાત, જુઓ

કિંજલ દવેની જ્યાં લક્ઝુરિયસ મર્સીડીઝમાં પડશે એન્ટ્રી તો પિતા લલિત દવે પણ હવે આ કારમાં બતાવશે પોતાનો ઠાઠ માઠ, જુઓ તેમની નવી કારની તસવીરો

કિંજલ દવે ગુજરાતની એક લોકપ્રિય ગાયિકા બની ગઈ છે. ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ તેના ચાહકો તો દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેના એક એક ગીતની કાગડોળે રાહ જોતા હોય છે. ત્યારે કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહેતી હોય છે અને તેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે.

કિંજલ દવે આજે દેશ વિદેશમાં કાર્યક્રમો કરે છે અને તેના જીવન અને પરિવાર પર પણ ચાહકોની નજર હોય છે. થોડા સમય પહેલા જ કિંજલ દવેએ એક લક્ઝુરિયસ મર્સીડીઝ કાર ખરીદી હતી અને તેની તસવીરો પણ તેણે પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ કાર ખુબ જ શાનદાર હતી અને કિંજલે વીડિયો શેર કરીને અંદરનો નજરો પણ બતાવ્યો હતો.

ત્યારે હવે કિંજલ દવેના પિતાએ પણ તેમના માટે એક શાનદાર કાર ખરીદી છે. જેની તસવીરો તેમણે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. કિંજલની જેમ તેના પિતા લલિત દવે પણ ખુબ જ લોકપ્રિય છે અને સોશિયલ મીડિયા દ્વારા તે પણ લોકો સાથે જોડાયેલા રહે છે. આ ઉપરાંત તે કેટલાક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ મત પણ રાખતા હોય છે.

ત્યારે હાલ તેમને નવી કારની ખુશી વ્યક્ત કરતી એક પોસ્ટ કરી છે. સાથે જ તેમને એક કેપ્શન પણ લખ્યું છે જે લોકોનું દિલ જીતી રહ્યું છે. લલિત દવેએ કેપ્શનમાં લખ્યું છે, “દુનિયામાં અમુક માણસો એવા હોય છે, તમારી જોડે કાઈ ના હોય ત્યારે તમારી મજાક ઉડાવીને હસતા હોય છે અને તમારી જોડે બધુ હોય ત્યારે પાછા જોઈને મનમાં બળતાં હોય છે, પણ આપણે મોજ કરો કોઈનો સ્વભાવ, પ્રકૃતિ નહીં બદલી શકાય! – લલિત દવે. જય ચેહર સરકાર જેસંગપુરા !”

લલિત દવે દ્વારા શેર કરવામાં આવેલી તેમની આ પોસ્ટ ખુબ જ વાયરલ થઇ રહી છે, સાથે જ ઘણા લોકો તેમના દ્વારા ખરીદવામાં આવેલી આ નવી કારના ખુબ જ વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે. લલિત દવેએ શેર કરેલી તસ્વીરોમાં તેમને ખરીદેલી આ નવી કાર મહિન્દ્રા થાર જોવા મળી રહી છે. જે બ્લેક રંગમાં ખુબ જ શાનદાર દેખાઈ રહી છે.

વાત જો લલિત દવેએ ખરીદેલી આ કારની કિંમતની કરવામાં આવે તો ઓનલાઇન વેબસાઈટના જણાવ્યા અનુસાર તેમની આ કારની એક્સ શોરૂમ પ્રાઈઝ 13.59 લાખથી શરૂ થઈને 16.29 લાખ રૂપિયા જણાવામાં આવી રહી છે. જો કે હજુ સુધી એ સામે નથી આવ્યું કે લલિત દવેએ આ કારનું કયુ મોડલ ખરીદ્યુ છે. તેમને ખરીદેલી કારની આગળ “એપ્લાય ફોર રજીસ્ટ્રેશન લખેલું છે.”

તમને જણાવી દઈએ કે કિંજલ દવે હાલ તેના ભાવિ પતિ પવન જોશી સાથે દુબઇમાં રજાઓનો આનંદ માણી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. કિંજલ દવે થોડા સમય પહેલા અમેરિકામાં પણ કાર્યક્રમ માટે ગઈ હતી અને ત્યાંથી પણ તેને ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.

Niraj Patel