અજય દેવગનની ફિલ્મ “દ્રિશ્યમ 2″ની આજે રીલિઝ થઇ છે. ત્યારે આ ફિલ્મમાં જૂની સ્ટાર કાસ્ટ અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ સિવાય નવા એક્ટર પણ જોડાયા છે અને તે છે અક્ષય ખન્ના. ફિલ્મમાં અજય એ જ પાત્ર વિજય સલગાંવરકરના પાત્રમાં જોવા મળશે. ત્યાં તેની પત્નીના રોલમાં શ્રિયા સરન અને દીકરીના રોલમાં ઇશિતા દત્તા જોવા મળશે.
આ ફિલ્મનું ગુરુવારના રોજ સાંજે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યુ હતુ અને આ દરમિયાન ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. પરંતુ બધાનું ધ્યાન જેણે પોતાની તરફ ખેંચ્યુ એ હતી શ્રિયા સરન. શ્રિયા ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન પરિવાર સાથે નજર આવી હતી. તેણે પરિવાર સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી. ત્યાં પતિ સાથે તેણે પોઝ આપતી વખતે લિપ કિસ કરી હતી.
આ જોઇ ફોટોગ્રાફર્સ પણ હેરાન રહી ગયા હતા. લુકની વાત કરીએ તો, તેણે રેડ સાડી પહેરી હતી અને તેના પતિ Andrei Koscheev વ્હાઇટ શર્ટ અને બ્લૂ સૂટમાં જોવા મળ્યો હતો. સ્ક્રીનિંગની વાત કરીએ તો, વિશાલ ભારદ્વાજ, સોહેલ ખાન, વિદ્યુત જામવાલ, હર્ષવર્ધન કપૂર, શરદ કેલકર, સૌરભ શુકલા, કાજોલ, તબ્બુ, અજય દેવગન, ઇશિતા દત્તા, વત્સલ શેઠ સહિત અનેક સેલેબ્સે હાજરી આપી હતી.
ફિલ્મનો એક વીડિયો કેટલાક દિવસ પહેલા જ રીલિઝ થયો હતો, જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે, વિજય તેના ગુનાને કન્ફેસ કરે છે. તે બાદ શું થાય છે તેના માટે તો તમારે ફિલ્મ જોવી પડશે. ચાહકો લાંબા સમયથી “દ્રિશ્યમ 2″ની રાહ જોઇ રહ્યા હતા. આ ફિલ્મનો પહેલો પાર્ટ વર્ષ 2015માં રીલિઝ થયો હતો. આ સસ્પેંસ થ્રિલર ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.
ત્યારે હવે 18 નવેમ્બરે એટલે કે આજે ફિલ્મનો બીજો પાર્ટ રીલિઝ થયો છે. આ ફિલ્મને અભિષેક પાઠકે ડાયરેક્ટ કરી છે. “દ્રિશ્યમ 2” મલયાલમ ફિલ્મની હિંદી રીમિક છે. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયોમાં જોઇ શકાય છે. ખાસ વાત એ છે કે હિંદી રીમેકમાં ફિલ્મની કહાનીને ધ્યાનમાં રાખી જરૂરી બદલાવ કરવામાં આવ્યા છે. “દ્રિશ્યમ 2” રીલિઝ પહેલાથી જ ઘણી ચર્ચામાં રહી હતી.
આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ જબરદસ્ત રહ્યુ હતુ. ફિલ્મે ગુરુવાર બપોર સુધી એડવાન્સ બુકિંગથી 3 કરોડ રૂપિયા જમા પણ કરી લીધા હતા. પહેલા દિવસની કમાણી વિશે એવું કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ 10 કરોડ સુધી કમાઇ શકે છે.
View this post on Instagram