49 વર્ષની મલાઈકા અરોરાને હવે છેક સાચો પ્રેમ મળ્યો, ફ્લોપ અભિનેતા અર્જુન કપૂરને લઈને ક્યાં ચાલી જુઓ
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બી-ટાઉનના લોકપ્રિય કપલોમાંના એક છે, જેઓ તેમની જોડીથી ઘણી લાઇમલાઇટ મેળવે છે. બંને ઘણીવાર અનેક પ્રસંગોએ સાથે જોવા મળે છે, જ્યાં તેઓ તેમની કેમેસ્ટ્રીથી લોકોનું ધ્યાન ખેંચતા જોવા મળે છે. અર્જુન અને મલાઈકા ઘણીવાર વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને એકબીજાને મળે છે અને આ વખતે બંને વીકએન્ડ પર સાથે જોવા મળ્યા હતા.
આ વીકએન્ડ બંનેએ સાથે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતુ અને કપલને ડિનર પર જોવા મળ્યા હતા. શનિવારે રાત્રે કપલ ડિનર ડેટ પર ઓલ બ્લેક લુકમાં ચાહકોને કપલ ગોલ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાનની તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. લુકની વાત કરીએ તો આ દરમિયાન 49 વર્ષની મલાઈકા અરોરા ઓલ બ્લેક લૂકમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.
તેણે બ્લેક ટોપ સાથે મેચિંગ પેન્ટ અને બ્લેક ઓપન બ્લેઝર પહેર્યું હતું. આ સાથે તેણે બ્લેક હીલ્સ પણ કેરી કી હતી. આ લુક સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને ચહેરા પર ગ્લો પણ જોવા મળ્યો હતો. તે પોતાના લુકથી લોકોને પ્રભાવિત કરતી જોવા મળી હતી. ત્યાં અર્જુન કપૂર પણ ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો.
ડિનર ડેટ પર સ્પોટ થયેલા કપલની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. આ દરમિયાન અર્જુન તેની ગર્લફ્રેન્ડ મલાઈકાને કારમાં બેસાડતો પણ જોવા મળ્યો હતો. ફેન્સને કપલની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. જો કે, આ દરમિયાન કેટલાક યુઝર્સ મલાઇકાને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.
કારણ કે 12 નવેમ્બરના રોજ અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીના અંતિમ સંસ્કાર યોજાયા હતા, જેમાં મલાઈકાએ પણ હાજરી આપી હતી. તે જ રાત્રે તે અર્જુન સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી. યુઝર્સને મલાઈકાની આ સ્ટાઈલ પસંદ ન આવી અને વીડિયો પર કોમેન્ટ કરતા તેઓએ લખ્યુ કે, ‘સવારે શોક સભા અને હવે ડિનર.’
View this post on Instagram