ડિલીવરી પહેલા આવી હતી ભારતી સિંહની હાલત, હોસ્પિટલથી સામે આવ્યો વીડિયો

રવિવાર મનોરંજન ઉદ્યોગમાં ઘણી ખુશીઓ લઈને આવ્યો. એક તરફ જ્યાં કોમેડિયન ભારતી સિંહે પુત્રને જન્મ આપ્યો, તો બીજી તરફ દેબીના બેનર્જી એક પુત્રીની માતા બની. જણાવી દઈએ કે ભારતીએ પુત્રને જન્મ આપ્યા બાદ તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી. ત્યારે ડિલિવરી થયાના થોડા કલાકો બાદ ભારતી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ. તેની ઈન્સ્ટા સ્ટોરી દ્વારા તેણે તે તમામ લોકોનો આભાર માન્યો જેમણે તેને પુત્ર થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે સૌથી પહેલા ઈન્સ્ટા સ્ટોરી પર ભોલેનાથનો ફોટો શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતીની સિઝેરિયન ડિલિવરી થઈ છે અને હાલ તે થોડો સમય હોસ્પિટલમાં રહેશે.

તમને જણાવી દઈએ કે ભારતી સિંહ પુત્રને જન્મ આપ્યા બાદ તેનો બેબી બમ્પ મિસ કરી રહી છે. આ જ કારણ છે કે તેણે ડિલીવરીના થોડા કલાકો બાદ ઈન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ સાથેની કેટલીક તસવીરો શેર કરી. આ તસવીરોમાં તે પિંક ગાઉન પહેરેલી જોવા મળી હતી અને આ દરમિયાન તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ફોટો શેર કરતા ભારતીએ લખ્યું- જે પેટમાં હતુ એ બહાર આવી ગયુ છે, ઇટ્સ અ બેબી બોય, લવ યુ, ગણપતિ બાપ્પા મોરિયા. ભારતીની પોસ્ટ પર કરણ જોહરે લખ્યું- અભિનંદન.

સિંગર નેહા કક્કરે કોમેન્ટ કરતા લખ્યું- ખૂબ જ સુંદર, આખા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. કિશ્વર મર્ચન્ટે પણ ભારતીને અભિનંદન પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે જ્યારથી ભારતી સિંહ પ્રેગ્નન્ટ થઈ છે ત્યારથી તે પોતાના કામમાં વ્યસ્ત હતી. તે ઘણીવાર શૂટિંગના સેટ પર બેબી બમ્પ સાથે જોવા મળતી હતી. આટલું જ નહીં ડિલિવરીના એક દિવસ પહેલા સુધી તે કામમાં વ્યસ્ત જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે પ્રેગ્નેન્સી દરમિયાન ભારતીએ બેબી બમ્પ અને પતિ હર્ષ સાથે ફોટોશૂટ પણ કરાવ્યુ હતુ, જે તેણે સોશિયલ મીડિયા પર શેર પણ કર્યુ હતુ.

ભારતીનો પ્રી-ડિલિવરી વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં ભારતીને લેબર પેઈન છે અને તે હોસ્પિટલમાં બાળકને જન્મ આપવાની રાહ જોઈ રહી છે. આ વીડિયો ભારતીએ પોતે શૂટ કર્યો છે અને યુટ્યુબ ચેનલ પર તેનો વ્લોગ શેર કર્યો છે. લાઈફ ઓફ લિમ્બાચીયા યુટ્યુબ ચેનલ પર વિડિયો શેર કરતા, દંપતીએ વિડિયોના શીર્ષકમાં લખ્યું કે It’s a boy, Good news out… બ્લોગની શરૂઆત ભારતી સિંહના અવાજથી થાય છે. આ વિડિયોમાં જ્યાં ભારતી એક જ બાળક રાખવાની સૂચના આપી રહી છે ત્યાં હર્ષ લિમ્બાચીયા ભારતી પાસેથી 6 બાળકોની માંગણી કરી રહ્યો છે.

હોસ્પિટલમાં જતી વખતે ભારતી સિંહના ચહેરા પર ગભરાટ અને ઉત્તેજનાનું સ્તર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તો ત્યાં ભારતી સિંહ નર્સની પૂછપરછ કરતી પણ જોવા મળી હતી. ભારતી સિંહના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. ભારતી સિંહની દરેક ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરતી વખતે હર્ષ લિમ્બાચીયા તેનો વીડિયો બનાવી રહ્યો હતો. વિડિયોના અંતમાં બંને તેમના ચાહકોને કહે છે કે તેમના નાના રાજકુમારે આ દુનિયામાં જન્મ લીધો છે.

ભારતીએ પ્રેગ્નેન્સી દરમિયાન મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તે એક સુંદર દીકરીને જન્મ આપવા માંગે છે. આવી સ્થિતિમાં ભારતીની આ ઈચ્છા અધૂરી રહી. રિપોર્ટરે તેમને પૂછ્યું કે તમારે દીકરો જોઈએ છે કે દીકરી. આ સવાલ પર ભારતી સિંહે મુક્તિ સાથે જવાબ આપ્યો અને કહ્યું, ‘મારે એક છોકરી જોઈએ છે. મારા જેવી મહેનતુ. તમારા જેવો નહિ, જે કોઈ છોકરીને રોકીને ઈન્ટરવ્યુ લે છે.

Shah Jina