ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ આખરે કરી જ દીધો દીકરા ‘ગોલા’ના નામનો ખુલાસો, જાણો અસલી નામ

3 મહિના પછી ભારતી સિંહ-હર્ષ લિમ્બાચિયાએ દીકરાનું કર્યુ નામકરણ, લાડલાનું નામ સાંભળીને ફેન્સ ખુશખુશાલ થઇ ગયા

કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા બી-ટાઉનના લોકપ્રિય કપલમાંથી એક છે. આ કપલે 3 એપ્રિલ 2022ના રોજ પોતાના રાજકુમારનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતુ. કપલ તેમના પુત્રના જન્મથી પેરેન્ટહુડની દરેક ક્ષણનો આનંદ માણી રહ્યાં છે. ભારતીએ પુત્રના જન્મ પછી જ કહ્યું હતું કે તે તેના બાળકને પ્રેમથી ગોલા કહે છે પરંતુ ટૂંક સમયમાં તેનું નામ જાહેર કરશે. ત્યારે હવે લગભગ 3 મહિના પછી કોમેડિયને પોતાના દીકરાનું અસલી નામ જાહેર કર્યુ છે.

એક રિપોર્ટ અનુસાર ભારતીએ તેના પુત્રનું નામ પ્રેમથી ગોલા રાખ્યું છે. જો કે, તેણે તેના પુત્રના અસલી નામ વિશે ક્યાંય જણાવ્યું નથી. સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનો પુત્ર હવે લક્ષ્ય લિમ્બાચિયાના નામથી ઓળખાશે. રિપોર્ટ અનુસાર, ભારતીના એક વીડિયો દ્વારા તેના રાજકુમારનું નામ સામે આવ્યું હતું. વીડિયોમાં ભારતી કહે છે કે તેના પુત્રને તેની માતા અને પિતાનું કામ જોવાની આદત છે.

આ પછી ભારતીએ મજાકમાં આગળ કહ્યું – ‘લક્ષ્ય’ તેના જન્મ પહેલા જ કામ કરી રહ્યો હતો. ભારતીના નિવેદનથી સ્પષ્ટ છે કે તેણે પોતાના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે. 26 મે 2022ના રોજ ભારતીએ તેની યુટ્યુબ ચેનલ લાઇફ ઓફ લિમ્બાચીયાસ (LoL) પર એક વ્લોગ શેર કર્યો, જેમાં તેણે તેના પુત્ર ગોલાની પ્રથમ ફ્લાઇટની મુસાફરી બતાવી. પુત્રની આ પ્રથમ ફ્લાઇટ હતી.

ભારતીએ તેના વીડિયોમાં ખુલાસો કર્યો હતો કે તેઓ તે જ જગ્યાએ ગયા હતા જ્યાં તેમના લગ્ન થયા હતા. ભારતીના પુત્રના જન્મને 3 મહિના થઈ ગયા છે અને આજ સુધી તેણે પોતાના પુત્રનું નામ અને ચહેરો દુનિયાને બતાવ્યો નથી. જો કે, થોડા દિવસો પહેલા તેણે તેના રાજકુમાર સાથે પહેલું ફોટોશૂટ કર્યું હતું, જે કપલે તેમના વ્લોગમાં જણાવ્યું હતું.

Shah Jina