સલમાનની અભિનેત્રીનું ફિગર જોઈને આજે પણ નવી અભિનેત્રીઓ શરમાઈ જાય છે, જુઓ તસવીરો
બોલીવુડની અંદર ઘણા કલાકારો એવા છે જેઓ માત્ર થોડા સમય પૂરતા જ ઇન્ડસ્ટ્રીનો ભાગ બન્યા તે છતાં પણ પોતાનું એક નામ બનાવી ગયા. એવી જ એક અભિનેત્રી છે ભાગ્યશ્રી. ભાગ્યશ્રીએ બોલીવુડમાં ખુબ જ ઓછું યોગદાન આપ્યું છે પરંતુ આજે પણ તેને સુંદર અને સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં નામના મળતી રહી છે.
એક સમયની સુપરહીટ ફિલ્મ “મૈને પ્યાર કિયા”માં માસુમ ચુલબુલી ગર્લ ‘સુમન’નો અભિનય કરીને ભાગ્યશ્રી રાતો રાત દર્શકોના દિલ ઉપર છવાઈ ગઈ હતી. હાલમાં જ તે ટીવી ‘ચેનલ લાઈફ ઓકે’ નાં શો ‘લૌટ આઓ તૃષા’ માં પણ નજરમાં આવી હતી.
ભાગ્યશ્રીએ પોતાની પહેલી ફિલ્મ બાદ જ પોતાના પ્રેમી હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા. ભાગ્યશ્રી સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે સતત પોતાના ફિટનેસ અને વર્કઆઉટના વીડિયોને પણ શેર કરતી રહે છે.
51 વર્ષની ઉંમરમાં પણ ભાગ્યશ્રી પોતાની ઉંમર કરતા અડધી દેખાય છે. તેની સુંદરતાનું રાજ તેની ફિટનેસ છે. યોગથી લઈને કસરત કરવા સુધીના ઘણા વીડિયો પણ તે ચાહકો સાથે શેર કરતી રહે છે.
ભાગ્યશ્રીની ફિટનેસનું રહસ્ય તેના ઇન્સ્ટાગ્રામમાં જ છુપાયેલું છે. તે ભલે મોટા પડદાથી આજે દૂર હોય તે છતાં પણ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને પોતાની ફિટનેસ અપડેટ પણ શેર કરતી રહે છે.
લગ્ન નાદ ભાગ્યશ્રીએ ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં “કેદ મેં હે બુલ બુલ, પાયલ અને ત્યાગી” સામેલ છે. આ ફિલ્મોની અંદર તે તેના પતિ હિમાલયની ઓપોઝીટ નજર આવી હતી.
ભાગ્યશ્રીએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1987માં અમોલ પાલેકરના શો “કચ્ચી ધૂપ” દ્વારા કરી હતી. ત્યારબાદ “મેને પ્યાર કિયા” ફિલ્મ દ્વારા તેને મોટી નામના મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન હતો.