રસોઈ

બજાર કરતા પણ ટેસ્ટી બેસન બદામની બરફી હવે બનાવો ઘરે જ, એકદમ સરળ રીતે, રેસિપી અહીંયા જ મળશે

બરફી ખાવી નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌને ગમતી હોય છે, બરફીનું નામ આવતા જ ઘણા લોકોના મોઢામાં પાણી પણ ફરી વળતું હોય છે, પણ બજારમાં મળતી બરફીમાં ભેળસેળની સાથે વધારે ભાવની પણ ચિંતા રહેતી હોય છે, પરંતુ જો એ બરફી ઘરે જ બની જાય તો કેવું સારું?

Image Source

તમે ઘરે જ બરફી બનાવી શકો એ માટે જ આજે અમે તમને બેસન બદામની બરફી બનાવવાની એકદમ સરળ રીત બતાવવા જઈ રહ્યા છો જે રીતથી તમે એકદમ સરળતાથી બરફી બનાવી શકશો, તો નોંધી લો રેસિપી…

બરફી બનવવા માટેની સામગ્રી

  • 2 કપ બેસન
  • 1 કપ બદામનો પાવડર
  • 1 કપ ખાંડ
  • 2 મોટી ચમચી ઘી
  • પાણી જરૂરિયાત પ્રમાણે
Image Source

બરફીનાં શણગાર માટે:

  • 1/2 કપ ઝીણી કાપેલી બદામ
  • 1 ચમચી ઝીણા કાપેલા પિસ્તા
Image Source

બરફી બનાવવાની સરળ રીત:

  • સૌથી પહેલા ગેસના ધીમા તાપ ઉપર એક કઢાઈમાં ઘીને ગરમ કરવા માટે રાખી દેવું.
  • ઘી ગરમ થયા બાદ તેની અંદર બેસન નાખીને તેને શેકવા લાગો
  • બેસન શેકાતા તેની અંદર બદામનો પાવડર નાખીને પાછો શેકી લો
  • બદામનો પાવડર નાખ્યાના 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો
  • બીજી એક કઢાઇની અંદર ખાંડ અને પાણી ઉમેરી ચાસણી બનાવવા માટે મૂકી દેવી.
  • એક તારની ચાસણી બન્યા બાદ તેની અંદર બદામ અને બેસનનું મીશ્રણ ઉમેરી દેવું.
  • હવે તેને ધીમી ગેસની આંચ ઉપર જ બરાબર મિક્સ કરી એકદમ ઘટ્ટ બન્યા બાદ ગેસ બંધ કરી લેવો.
  • એક થાળીની અંદર ઘી લાગવી તેને ચીકણી કરી લેવી.
  • કઢાઈમાં  તૈયાર થયેલા મિશ્રણને ઘી લગાવેલી એ થાળીમાં કાઢી લઈ તેની અંદર ઝીણા કાપેલા બદામ અને પિસ્તા નાખી દેવા.
  • એ મિશ્રણને ફ્રિજમાં બરાબર ઠારવા માટે મૂકી દેવું.
  • પેસ્ટ બરાબર ઠારી ગયા બાદ તેને બહાર કાઢી બરફી આકારમાં કાપી લેવી.
  • તૈયાર છે તમારી ટેસ્ટી બેસન બદામ બરફી.
Image Source

આ સરળ રીતે તમે 25 થી 30 મિનિટની અંદર જ ખુબ જ ટેસ્ટી બરફી ઘરે જ બનાવી શકો છો, જો તમને પણ આ રેસિપી ગમી હોય તો બીજા લોકો સાથે પણ શેર કરવાનું ભૂલતા નહિ અને હા કોમેન્ટ કરીને પણ જરૂર જણાવજો જેથી અમે તમારા માટે હંમેશા આવી સરસ મઝાની અને સરળ રેસિપી લાવતા રહીએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.